બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Navada young man became millionaire overnight won one crore rupees spending 49 rupees

જાણવા જેવું / અકલ્પનીય ઘટના ! ખાલી 49 રુપિયા ખર્ચીને બિહારનો DJવાળો બન્યો કરોડપતિ, નસીબ અજમાવવા જેવા

Hiralal

Last Updated: 03:25 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં ડીજે વગાડીને પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવાનને મોબાઈલ ગેમિંગમાં નસીબ ચમકી જતા 1 કરોડની લોટરી લાગી છે.

  • બિહારના ડીજેવાળા યુવાનને હાથ લાગ્યો કૂબરનો ખજાનો
  • મોબાઈલમાં ટીમ બનાવીને ગેમ રમતા લાગી 1 કરોડની લોટરી
  • ખાલી 49 રુપિયામાં બનાવી હતી 11 સભ્યોની ટીમ 

નસીબ હોય તો મોબાઈલ પણ તમને કરોડપતિ બનાવી શકે છે અને બિહારમાં બીજી વાર આ વાત સાચી પડી છે. પહેલા સપ્ટેમ્બર 2022 અને હવે વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બર 2022ના રોજ બિહારનો એક યુવાન મોબાઈલમાં ખાલી 49 રુપિયા ખર્ચીને 1 કરોડનો માલિક બની ગયો હતો.બિહારના નવાદા જિલ્લાના રહેવાશી રાજુ રામ ડીજે વગાડીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. હવે ડીજેનું કામ કંઈ કાયમ ન મળે એટલે રાજુએ મોબાઈલમાં ગેમ રમવાનું શરુ કર્યું હતું અને તેને ગેમનો ચસકો લાગી ગયો હતો ઘરના સભ્યો તેને વારવા લાગ્યાં હતા પરંતુ તેમને ખબર નહોતી કે એક દિવસ તેનો આ ચસકો તેમને કરોડપતિ બનાવી દેશે.  

35 લાખ લોકો સાથે ગેમ રમતી વખતે જીત્યા 1 કરોડ 

રાજુએ જણાવ્યું હતું કે, તે છેલ્લા દોઢ વર્ષથી મોબાઈલ પર ઓનલાઇન ગેમ રમતો હતો. તે ડ્રીમ 11 નામની એપ પર વચ્ચે કેટલાક પૈસા ખર્ચ કરતો હતો અને જીત પણ મેળવતો હતો. રાજુ ડ્રીમ 11 પર ટીમ બનાવીને રમત રમી રહ્યો હતો. તેણે તેમાં 49 રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું. રાજુએ કહ્યું કે આ ગેમમાં એક સાથે 35 લાખ લોકો રમી રહ્યા હતા. તેણે સિડની થંડરથી બ્રિસ્બેન હીટ સુધીના ખેલાડીઓની પસંદગી કરીને એપ્લિકેશન પર પોતાની ટીમ માટે ટીમ માટે ટીમ બનાવી હતી અને પ્રથમ વિજેતા તરીકે 1 કરોડ રૂપિયાની રકમ મેળવી હતી.

અચાનક નસીબ ચમક્યું, ખાતા આવી ગયા 70 લાખ રુપિયા 
ડ્રીમ 11 ગેમમાં 1 કરોડ રૂપિયા જીત્યા બાદ રાજુએ આ વાત પરિવાર સાથે શેર કરી હતી, પરંતુ કોઈએ તેની વાત માની ન હતી. આ પછી ડ્રીમ 11માંથી જીતેલી રકમ પર ટેક્સ કાપ્યા બાદ તેના ખાતામાં 70 લાખ રૂપિયા આવ્યા હતા. રાજુએ એકાઉન્ટનું બેલેન્સ દેખાડ્યું ત્યારે પરિવારને વાત સાચી લાગી હતી અને તે પછી પરિવાર પણ હરખમાં આવી ગયો હતો. 

ડીજેના ધંધામાં લગાડીશ પૈસા 
રાજુએ કહ્યું કે તેણે દારુણ ગરીબાઈના દિવસો જોયા છે અને હવે તે ડીજેમાં આ પૈસાનું રોકાણ કરીને ધંધો વિકસાવશે. રાતોરાત કરોડપતિ બની ગયેલા રાજુ રામની સોશિયલ મીડિયા પર પણ જોરશોરથી ચર્ચા થઇ રહી છે.

સપ્ટેમ્બરમાં પણ બિહારના યુવાને જીત્યા હતા 1 કરોડ રુપિયા 
ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન ડ્રીમ 11 પર રમીને કરોડપતિ બનવામાં રાજુ રામ એકલા નથી. આ પહેલા બિહારના આરાના રહેવાસી ઠાકુરી ગામના સૌરભ કુમારે એક ટીમ બનાવીને 1 કરોડ રૂપિયા જીત્યા હતા. સૌરભે ઓસ્ટ્રેલિયા અને ભારતની મેચમાં બંને ટીમોના ખેલાડીઓ સાથે મળીને એક ટીમ બનાવી હતી, જેના કારણે સૌરભ બેઠા બેઠા કરોડપતિ બની ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ