બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / natural weight loss with foods diet and-drinks-according to nutrition expert

હેલ્થ / આ 6 ચીજો ઘટાડી દેશે ફાલતું ચરબી, વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું, કમર થઈ જશે પાતળી

Kishor

Last Updated: 11:02 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંપ્રત સમયની સૌથી મોટી ગણાતી મોટાપાની સમસ્યા હટાવવા માટે પ્રાકૃતિક ફૂડ અને ડાયટ તથા ડ્રિંકનું સેવન કરવાથી ચરબી ઓગળી શકાય છે. તેવુ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે.

  • મોટાપાથી હૃદયરોગ, ડાયાબિટીસ, જેવી અનેક બીમારીઓનું જોખમ
  • માત્ર કેલરીની ઘટ દ્વારા કાબુમાં લઈ શકાય છે વજન
  • મગની દાળ શરીરની ચરબી ઘટાડવામાં મદદ રૂપ

બેફામ વધતો શરીરનો વજન ભવિષ્યમાં અનેક રોગનું ઘર બની શકે છે. મોટાપાથી હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર,  ડાયાબિટીસ, સ્ટ્રોક જેવી અનેક બીમારીઓનું જોખમ રહે છે. મોટાપાથી કંટાળેલા લોકો વારંવાર વજન ઘટાડવાની રીતો શોધતા હોય છે. ન્યુટ્રિશનિસ્ટના જણાવ્યા અનુસાર વજન ઘટાડવાનો કોઈ જાદુઈ રસ્તો નથી. જેને માત્ર કેલરીની ઘટ દ્વારા કાબુમાં લઈ શકાય છે. જ્યારે તમે ખાઓ છો તેના કરતાં વધુ કેલરી બર્ન કરો છો, ત્યારે શરીરમાં રહેલ અગાઉની ચરબીને બાળી બાળી તે ઉપયોગ ઉર્જા માટે કરવામાં આવે છે.

મગની દાળના મહત્ત્વને તમે પણ જાણી લેશો તો અઠવાડિયામાં 3 વાર બનાવશો | health  news in gujarati


મગની દાળ શરીરની ચરબી ઘટાડવામાં મદદ રૂપ

મગની દાળ શરીરની ચરબી ઘટાડવામાં મદદ રૂપ થાય છે. આ દાળ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોવાથી તે ભૂખને દબાવનાર હોર્મોન કોલેસીસ્ટોકિનિન વધે છે. જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. ઉપરાંત  છાશ ઓછી કેલરીયુક્ત પીણું હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. જે ભૂખને શાંત કરે છે અને ઘટાડે પણ છે.

શિયાળામાં શરીર માટે બેસ્ટ છે રાગી, ફાયદા જાણીને આજે જ લઇ આવશો ઘરે | Ragi is  the best for the body in winter

રાગીમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધુ
આ ઉપરાંત વજન ઘટાડવા રાગીનો પણ સારો એવો ફાળો હોય છે. રાગી મેથિઓનાઇન નામના એમિનો એસિડનો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી તે વધારાની ચરબીને દૂર કરવામાં લાભદાયી નીવડે છે. તથા બીજી તરફ રાગીમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે ભૂખ અને વજન ઘટાડવામાં મદદ કરે છે. બીજી તરફ અન્ય શાકભાજીની માફક કોબીજમાં ફાઈબર અને પ્રોટીન વધુ હોય છે. પ્રોટીન, ફાઇબર અને ઓછી કેલરીનું મિશ્રણ કોબીજએ પણ વજન ઘટાડવામાં માટે ખૂબ સારા પરિણામ આપી શકે છે.

વજન ઘટાડવા માટે ખાઓ આ ચીજો

  • દલિયા - ફાડામાં પ્રોટીન ભરપૂર રહે છે. તે ખાવામાં હળવું હોય છે અને તેનાથી વજન પણ ઘટે છે. 
  • લસણ - સવારે ઉઠીને ખાલી પેટે લસણની 2 કળી ચાવી લેવાથી અને પછી એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી વજન ઘટવા લાગે છે. 
  • ઈડલી - સવારે ઉઠીને નાસ્તામાં ઈડલીનું સેવન કરી શકો છો. તેમાં પ્રોટીન ભરપૂર હોય છે. વજન ઘટાડવા માટે તેનું સેવન મદદ કરી શકે છે. 
  • સફરજન - તેમાં અનેક ઓક્સીડન્ટ્સ હોય છે જે વજન ઘટાડવાની સાથે તમને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. 
     

વજન ઘટાડવા માટે આ ચીજોથી બનાવી રાખો દૂરી
એક્સપર્ટનું માનવું છે કે વજન ઘટાડવા માટે તમારે હેલ્ધી ડાયટની સાથે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું જરૂરી રહે છે. તમે સવારે ખાલી પેટે 1-2 ગ્લાસ પાણી પીઓ. તેનાથી મેટાબોલિઝમ વધશે. જમવાના અડધા કલાક પહેલા પેટભરીને પાણી પીઓ. તેનાથી વધારે ખાવાનું મન થશે નહીં. વધારે ઓઈલી ચીજો, બર્ગર, પિત્ઝા અને પનીર ખાવાનું ટાો. આ સિવાય ખાંડવાળી ચીજોનું સેવન ઘટાડી લો. ખાંડવાળી ચીજો વજન વધારે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ