ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / VIDEO : લગ્નના ફોટોશૂટમાં બાળક અચાનક આવ્યો વચ્ચે, વરરાજાએ ચોંટાડી દીધો લાફો, વીડિયો વાયરલ

વાયરલ / VIDEO : લગ્નના ફોટોશૂટમાં બાળક અચાનક આવ્યો વચ્ચે, વરરાજાએ ચોંટાડી દીધો લાફો, વીડિયો વાયરલ

Published By: Pravin Joshi

Last Updated: 04:39 PM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નના ફોટોશૂટ દરમ્યાન ફ્રેમમાં દોડી આવેલા બાળકને વરરાજાએ ગુસ્સામાં થપ્પડ મારતા ઘમાસાન મચી ગયું હતું. કેટલાકે વરરાજાનો સપોર્ટ કર્યો, તો કેટલાકે બાળક પર હાથ ઉઠાવવાની નિંદા કરી.

ADVERTISEMENT

લગ્નના વધતા ટ્રેન્ડ્સ વચ્ચે, જ્યાં કપલ પોતાના લગ્ન કોઈ ડ્રીમ સિક્વન્સ કરતા પણ વિશેષ બનાવવા માંગે છે, ત્યાં એક વીડિયોએ હાલમાં સોશિયલ મીડિયા પર તોફાની ચર્ચા જગાવી છે. વીડિયો મુજબ, લગ્નના ફોટોશૂટ દરમ્યાન એક બાળક ફ્રેમમાં દોડી આવે છે જેના કારણે વરરાજાનો પોઝ અને મોમેન્ટ બગડી જાય છે. આ સમયે દૂલ્હા પોતાનો કાબુ ગુમાવી નાખે છે અને બાળકને થપ્પડ મારી દે છે.

આ વીડિયો પર શેર કરાયેલ કેપ્શનમાં લખાયું હતું, વરરાજાને ગુસ્સો આવ્યો. બાળકને ફોટોશૂટ બગાડવા બદલ થપ્પડ મારી. માતા-પિતાને બાળકો સંભાળવાની ચેતવણી. આ વીડિયો અપલોડ થયા બાદ થોડા જ કલાકોમાં 3 લાખથી વધુ વ્યૂઝ સાથે વાયરલ થઈ ગયો હતો. કમેન્ટ્સમાં લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા કેટલાક દૂલ્હાના સપોર્ટમાં, કેટલાક એની નિંદા કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, લોકોએ સમજવું જોઈએ કે આ માત્ર લગ્ન નથી, આમાં મોટું અને મોંઘું ફોટોશૂટ પણ શામેલ છે. બીજા એક યુઝરે ગંભીર ટિપ્પણી કરી કે, જો કોઈ સ્ટેજ પર બાળકને થપ્પડ મારી શકે, તો તે ભવિષ્યમાં પોતાની પત્ની પર પણ હાથ ઉઠાવી શકે. આ રેડ ફ્લેગ છે. ત્રીજા યુઝરે વરરાજાના વલણ પર સવાલ કર્યો કે બાળકોને તેમની ખુશી મનાવવાનો હક છે. જો કાલે તેના પોતાના બાળકને કોઈ આમ ડાંટશે અથવા મારશે, તો તેને શું લાગશે?

જોકે ઘણા લોકો દૂલ્હાના પક્ષમાં પણ દેખાયા. તેઓએ માતા-પિતાની બેદરકારીને જવાબદાર ગણાવી. એક કમેન્ટમાં લખાયું, સંપૂર્ણ સમર્થન દૂલ્હાને. લગ્ન કોઈ રમવાનો મેદાન નથી. બાળકોને સંભાળવાનું કામ માતા-પિતાનું છે.

વધુ વાંચો : VIDEO : 'હસબંડ જોઈએ છે' નવી નવી શિક્ષિકા બનેલી ખુબસૂરત છોકરીએ મૂકી ઓફર, પછી બન્યું જોરદાર

આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ગરમ ચર્ચાનો વિષય છે. એક તરફ લોકો શિસ્ત અને અનુશાસનને જરૂરી ગણાવે છે, જ્યારે બીજી તરફ લોકો માને છે કે બાળકોની નિર્દોષ હરકતોને જવાબ તરીકે હિંસા સ્વીકાર્ય નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ViralVideo WeddingPhotoshoot groom slaps child

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ