ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : 'હસબંડ જોઈએ છે' નવી નવી શિક્ષિકા બનેલી ખુબસૂરત છોકરીએ મૂકી ઓફર, પછી બન્યું જોરદાર

લો બોલો / VIDEO : 'હસબંડ જોઈએ છે' નવી નવી શિક્ષિકા બનેલી ખુબસૂરત છોકરીએ મૂકી ઓફર, પછી બન્યું જોરદાર

Published By: Pravin Joshi

Last Updated: 12:00 AM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી સ્કૂલમાં નવી નોકરી કરનાર પ્રીતિ નામની યુવતીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે બેરોજગાર છોકરાઓમાંમાંથી કોઈ એક સાથે પણ લગ્ન કરવા તૈયાર છે, કારણ કે તેણે પોતાનું ફ્યુચર સરકારી નોકરીથી સુરક્ષિત કરી લીધું છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર એક વીડિયો તાજેતરમાં જોરદાર વાયરલ થયો છે, જેમાં નવી નવી સરકારી સ્કૂલમાં નોકરી મળેલી એક યુવતી દ્વારા બેરોજગાર યુવકોને અનોખી લગ્નની ઓફર કરવામાં આવી છે. આ યુવતીનું નામ પ્રીતિ છે જે એક સરકારી ટીચર તરીકે નિયુક્ત થઈ છે અને તેણે જાહેરમાં ઘોષણા કરી છે કે તે તમારામાંથી કોઈ એકની થનારી પત્ની બની શકે છે અને ખાસ વાત એ કે જેના પાસે નોકરી ન હોય તે પણ ચાલશે.

સામાન્ય રીતે છોકરીના લગ્ન માટે છોકરાએ નોકરી હોવી એ પરિવારની પ્રથમ શરત હોય છે. બેરોજગાર યુવાનો સામે ઘણા સમયથી લગ્નની સમસ્યા ઊભી રહેતી હતી, પરંતુ પ્રીતિના આ નિવેદનને સાંભળીને અનેક યુવકોમાં નવજીવન ફરી ફુંકાઈ ગયેલું લાગી રહ્યું છે.

પ્રીતિ વીડિયોમાં કહે છે કે, મારે તમને કંઈક કહેવું છે, મારું નામ પ્રીતિ છે અને ગુડ ન્યૂઝ એ છે કે તમારામાંથી કોઈ એકની હું થનારી વાઈફ છું. હું સરકારી સ્કૂલમાં TGT ટીચર છું. મારા ફ્યુચર હસબન્ડને કહેવું છે કે તમે આરામથી કામ કરો, જે તમને ગમે તે કરો, મેં આપણું ફ્યૂચર સેવ કરી લીધું છે.

પ્રીતિના આ શબ્દોમાં જે આત્મવિશ્વાસ અને હળવું હાસ્ય છે, તેને કારણે કમેન્ટ બોક્સ યુવાનોની મજેદાર પ્રતિક્રિયાઓથી રંગાઈ ગયું. કોઈએ લખ્યું કે ભાઈ આ હવે મારી પત્ની છે, બીજો કોઈ ટ્રાય ન કરશો. તો બીજા એક યુઝરે મજાકમાં લખ્યું કે, પરંતુ 2026માં દુનિયા ખતમ થવાની છે. અન્ય એક યુઝરે લખ્યું કે, “નસીબદાર હશે જેના લગ્ન આ સરકારી નોકરીવાળી પત્ની સાથે થશે.

આ પણ વાંચોઃ બીજા લગ્ન પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બીલ પાસ, શું બોલ્યાં મુખ્યમંત્રી?

આ વીડિયો એ બેરોજગાર યુવકો માટે જાણે એક લાઈટહાઉસની જેમ કામ કર્યું છે. રોજગારીની અનિશ્ચિતતા વચ્ચે કોઈએ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે નોકરી વગરનો છોકરો પણ લગ્ન માટે યોગ્ય જીવનસાથી હોઈ શકે છે. આ વીડિયો સાચો છે કે પ્રેન્ક તે અંગે ચોક્કસ કહ્યુ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેમાં ચર્ચા, હાસ્ય અને આઈડિયાલોજી ત્રણેયનો મિશ્રણ જોવા મળી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GovernmentTeacher ViralVideo MarriageOffer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ