ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:02 AM, 15 October 2025
ADVERTISEMENT
દિવાળીની સિઝન આવતા જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં એક કંપનીના ઓફિસમાં દરેક કર્મચારીની ડેસ્ક પર ગિફ્ટ રાખેલા દેખાય છે — અને આ જ વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે. આ વીડિયો એક ઓફિસની અંદરનો છે, જ્યાં દરેક ડેસ્ક પર એક મોટો ટ્રોલી બેગ અને સાથે એક ગિફ્ટ બોક્સ રાખેલો દેખાય છે. એવું લાગે છે કે આ ગિફ્ટ્સ રાત્રે જ સજાવી રાખવામાં આવ્યા છે જેથી સવારે કર્મચારી ઓફિસ પહોંચે ત્યારે સરપ્રાઈઝ મળે. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે કંપનીએ આ વખતે કર્મચારીઓને ખુશ કરવા માટે ખરેખર ખાસ તૈયારી કરી છે.
ADVERTISEMENT
આ વીડિયો Instagram પર itsmeee_arushi નામના અકાઉન્ટ પરથી પોસ્ટ થયો છે. આ વીડિયો 14.9 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવી ચૂક્યો છે. હવે તો લોકોની કમેન્ટ્સ જ ન્યૂઝ બની ગયા છે. એક યુઝરે લખ્યું, ભાઈ બસ કંપનીનું નામ કહી દે, હવે તો જ્વાઈન કરીને જ રહીશ. બીજાએ પૂછ્યું. વેકન્સી હોય તો જણાવજો યાર. ત્રીજા યુઝરે લખ્યું, કઈ કંપની છે? મારે પણ કામ કરવું છે ત્યાં. એક એક યુવતીએ લખ્યું, દિદી, રેફરન્સ આપશો? તો કેટલાક મજાકમાં લખી રહ્યા છે, મારો મેનેજર આ વીડિયો જોઈને બોલ્યો કે આ બધું AI છે.
ADVERTISEMENT
વધુ વાંચો: '...તો આખેઆખું પાકિસ્તાન તબાહ થઈ જાત' ઓપરેશન સિંદૂર પર ચોંકાવનારો ખુલાસો
ADVERTISEMENT
દર વર્ષે દિવાળી પર ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને ગિફ્ટ આપે છે — ક્યાંક મીઠાઈના ડબ્બા, ક્યાંક કેશ બોનસ, તો ક્યાંક ગિફ્ટ કાર્ડ. પણ આ કંપનીએ જે રીતે કર્મચારીઓને સરપ્રાઈઝ આપ્યું છે તેનાથી બીજા લોકો પણ બોલી ઉઠ્યા છે, કંપની છે ક્યાં? એપ્લાય તો કરીએ!
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT