ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / VIDEO : ઉમર ભલે 80 વર્ષ હોય પણ જુસ્સો 25 જેવો, દાદાનું ડેરિંગ જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે

વાયરલ / VIDEO : ઉમર ભલે 80 વર્ષ હોય પણ જુસ્સો 25 જેવો, દાદાનું ડેરિંગ જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે

Published By: Pravin Joshi

Last Updated: 11:47 PM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

80 વર્ષીય હરિયાણાના તાઉએ 15,000 ફૂટ પરથી સ્કાઈડાઈવિંગ કર્યું હોય એવો વીડિયો વાયરલ થયો છે. તેમની શાંતિપૂર્ણ સ્મિત સાથેની નિડર જમ્પ સોશિયલ મીડિયા પર લોકોને પ્રેરણા આપી રહી છે.

ADVERTISEMENT

હરિયાણાના એક 80 વર્ષીય તાઉએ 15,000 ફૂટની ઊંચાઈ પરથી સ્કાઈડાઈવિંગ કરીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. સામાન્ય રીતે આટલી જોખમી એડવેન્ચર એક્ટિવિટી માટે યુવાઓ પણ બે વાર વિચારે, પરંતુ આ ઉમરના દાદાનું સાહસ, હિંમત અને આત્મવિશ્વાસ જોઈને ઇન્ટરનેટ પર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમની આંખોમાંનો જુસ્સો અને ચહેરા પરની નિર્ભય સ્મિત દરેક દર્શકને પ્રેરણા આપી રહી છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ બન્યો છે. વીડિયોમાં તાઉ જ્યારે વિમાનમાંથી કૂદવા માટે તૈયાર થાય છે, ત્યારે એક યુવાન તેમને પૂછે છે કે શું તેઓને સ્કાઇડાયવિંગ કરતા ડર લાગે છે? તેના જવાબમાં તાઉ ગર્વથી કહે છે કે તેઓ હરિયાણા ના છે અને તેમને કોઈપણ વસ્તુનો ભય નથી. તેમની આ નિડરતા અને ખુશમિજાજી ને જોઈને લોકો કહી રહ્યા છે કે ઉમર એ માત્ર એક આંકડો છે.

વીડિયોમાં 80 વર્ષીય આ દાદા વિમાનમાંથી કૂદી રહ્યાં હોય ત્યારે તેમના ચહેરા પર એક અદ્દભુત શાંતિ અને આનંદ જોવા મળે છે. પવનની ઝડપ, 15 હજાર ફૂટની ઉંચાઈ અને આડેધડ દોડતી એડ્રેનાલિન– બધું હોવા છતાં તાઉ દરેક ક્ષણનો આનંદ માણતા જોવા મળે છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ ગમી રહ્યાં છે અને કોમેન્ટ્સમાં લોકો તેમને ‘રિયલ હીરો’, ‘પ્રેરણાસ્ત્રોત’, ‘દિલથી તાજા’ જેવા ટાઈટલ આપી રહ્યા છે.

આ વીડિયો @ankitranabigmouth નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખેલું છે, દાદા જી સ્કાઇડાઇવિંગ, 15000 ફીટ. પોસ્ટ શેર થયા બાદ થોડા જ કલાકોમાં આ વીડિયો પર લાખો વ્યૂઝ જોવા મળ્યા છે અને હાલમાં તો 58 લાખથી વધુ લોકો એ વિડિયો જોઈ ચૂક્યા છે. 6,000 થી વધુ કોમેન્ટ્સ અને લાખો લાઈક્સ સાથે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

આ પણ વાંચોઃ PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં પ્રથમ સ્થાને, જાણો ટ્રમ્પનો રેન્ક

એક યુઝરે મજેદાર કોમેન્ટ કરતા લખ્યું,ક્લ્પના કરો, યુવાનીમાં આ તાઉ કેટલા તોફાની હશે. જ્યારે બીજા એક યૂઝરે લખ્યું, આ પહેલો એવો પૌત્ર હશે જેણે દાદાને બગાડ્યા છે. આ પ્રકારની રમૂજી કોમેન્ટ્સ સાથે ઘણા લોકો તેમની તંદુરસ્તી, હિંમત અને વયને પડકારતી એડવેન્ચર સ્પિરિટની પ્રશંસા કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Haryana ViralVideo Skydiving

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ