ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં પ્રથમ સ્થાને, જાણો ટ્રમ્પનો રેન્ક
Last Updated: 09:15 PM, 19 November 2025
ADVERTISEMENT
Global leader approval rating: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. તેમના નેતૃત્વએ તેમને વિશ્વભરમાં નંબર વન પર મૂક્યા છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ યાદીમાં તેઓ ટોચ પર છે. આ યાદી 6 થી 12 નવેમ્બર, 2025 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે.
ADVERTISEMENT

મોર્નિંગ કન્સલ્ટ રિપોર્ટમાં જણાવાયું છે કે આ રેટિંગ દેશના પુખ્ત વયના લોકોમાં હાથ ધરાયેલા સર્વેક્ષણના છેલ્લા સાત દિવસના સિમ્પલ મૂવિંગ એવરેજને પ્રતિબિંબિત કરે છે. આ રિપોર્ટ અનુસાર, પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 71 ટકા છે. તેમના પછી જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીનો નંબર આવે છે, જેમને સર્વેક્ષણ કરાયેલા લોકો તરફથી 63 ટકા મંજૂરી મળી છે. દક્ષિણ કોરિયાના લી જે મ્યુંગ 58 ટકા એપ્રુવલ રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે.
ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ 58 ટકા મંજૂરી રેટિંગ સાથે ચોથા સ્થાને છે. આર્જેન્ટિનાના જાવિયર મેલી 58 ટકા મંજૂરી રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. કેનેડાના માર્ક કાર્ની 49 ટકા મંજૂરી રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. સ્વિટ્ઝર્લૅન્ડના કરેન કેલર-સટર 44ટકા મંજૂરી રેટિંગ સાથે સાતમા સ્થાને છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ગુજરાતમાં બે દિવસ આ જિલ્લામાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર, કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું
આ મંજૂરી રેટિંગમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 41 ટકા મંજૂરી રેટિંગ સાથે 8મા ક્રમે છે. મેક્સિકોના ક્લાઉડિયા શેનબૌમ 41 ટકા મંજૂરી રેટિંગ સાથે 9મા ક્રમે છે. બ્રાઝિલના લુલા દા સિલ્વા 39 ટકા મંજૂરી રેટિંગ સાથે 10મા ક્રમે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT