બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ધરાલી, કિશ્તવાડ, કઠુઆ અને હવે ચમોલી, મોડી રાત્રે વાદળ ફાટતા અનેક ઘરો દટાયાં, ગાડીઓ તણાઇ

આકાશી આફત / ધરાલી, કિશ્તવાડ, કઠુઆ અને હવે ચમોલી, મોડી રાત્રે વાદળ ફાટતા અનેક ઘરો દટાયાં, ગાડીઓ તણાઇ

Published By: Shilpa Parmar

Last Updated: 08:40 AM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના ચમોલીમાં મધરાતે વાદળ ફાટ્યું હોવાની ઘટના બની છે. આ આકાશી આફતથી થરાલી ગામમાં કાદવમાં અનેક મકાન દટાય ગયા છે. જાણો કેવી રીતે બની ઘટના? (ફોટો ક્રેડિટ : @chamolipolice)

શુક્રવારે મધરાત બાદ ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં વાદળ ફાટ્યાની ઘટનાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનાના કારણે થરાલી , આસપાસનાં ગામો અને બજારોમાં લોકોનું જીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદ અને કાદવના પ્રવાહથી અનેક મકાનો, દુકાનો અને રસ્તાઓને નુકસાન થયું છે. પ્રશાસન અને SDRFની ટીમ સતત રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે.

ઉત્તર ભારતમાં આ શું થયું?

વાદળ ફાટ્યાનો સૌથી વધુ પ્રભાવ થરાલી બજાર, કોટદીપ અને તાલુકા કચેરી વિસ્તારમાં જોવા મળ્યો. અહીં તાલુકા કચેરી, એસડીએમ નિવાસ અને અનેક મકાનોમાં કાદવ ઘુસી ગયો. કચેરી પરિસરમાં ઊભેલી અનેક ગાડીઓ કાદવમાં દટાઈ ગઈ. રોડ પર એટલો કાદવ ભરાઈ ગયો છે કે રસ્તાઓ તળાવ જેવી હાલતમાં દેખાવા લાગ્યા છે. નજીકના સાગવાડા ગામમાં કાદવના કારણે એક યુવતીનું મોત થયું છે.

tharali-cloud-burst

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને લોકો પોતાના મકાનમાંથી બહાર નીકળી આવ્યા છે. પોલીસ અને પ્રશાસનની ટીમે તરત જ ગામોમાં પહોંચીને રાહત કામગીરી શરૂ કરી. બજારમાં કાદવના પ્રવાહથી અનેક દુકાનોને ભારે નુકસાન થયું છે. સાથે જ એક વ્યક્તિ ખોવાયો હોવાની જાણકારી મળતાં સ્થાનિક લોકોની ચિંતા વધી છે.

પરિવહન સંપૂર્ણપણે બંધ

ભારે વરસાદ અને કાદવના કારણે થરાલી-ગ્વાલ દમ માર્ગ મિગ્ગા દેરા પાસે બંધ થઈ ગયો છે. તેની સાથે થરાલી-સાગવાડા માર્ગ પણ બંધ થયો છે. આ બંને માર્ગો બંધ થવાથી સમગ્ર વિસ્તારમાં અવરજવર સાવ ઠપ થઈ ગઈ છે અને લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

tharali-uttrakhand

ગૌચરથી SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્યની કામગીરીને વેગ આપવા સૂચનાઓ આપવામાં આવી રહી છે. BROની ટીમ મિગ્ગા દેરા પાસે રસ્તો ખોલવાનો પ્રયત્ન કરી રહી છે જેથી ઝડપથી અવરજવર અને રાહત કાર્ય થઈ શકે.

શાળાઓ અને આંગણવાડી બંધ

જિલ્લા પ્રશાસને સુરક્ષાને ધ્યાનમાં રાખીને થરાલી તાલુકાની બધી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને શનિવાર 23 ઓગસ્ટ 2025 માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જિલ્લા કલેક્ટર ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યું કે પોલીસ અને પ્રશાસનની ટીમ સતત સ્થળ પર હાજર છે અને ઝડપી રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

tharali-sdrf-team

ઉત્તરકાશીથી રુદ્રપ્રયાગ સુધી વાદળ ફાટવાથી કહેર

ઉત્તરાખંડમાં આ ઋતુ દરમિયાન અનેક મોટા વાદળ ફાટ્યાની ઘટનાઓએ ભારે કહેર મચવ્યો છે. સૌથી ગંભીર ઘટના 5 ઓગસ્ટ 2025ના રોજ ઉત્તરકાશીના ધરાલી અને હરસિલમાં બની હતી. ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી આવેલા અચાનક પૂર એ ધરાલી અને હરસિલ વિસ્તારોને ખંડેર બનાવી દીધા છે.

ઘણા મકાનો, હોટેલો પાણીમાં વહી ગયા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે 12 જેટલા લોકો ખોવાયા છે.

વધુ વાંચો: એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ થતા અનેક ઘરો-દુકાનો બળીને રાખ, બેના મોત, 18થી વધુ ઘાયલ

સુખી અને બગોરી સહિતના અનેક ગામો અસરગ્રસ્ત થયા છે, જ્યાં મકાનો અને ખેડૂતોની જમીનને ભારે નુકસાન થયું છે. તે જ રીતે રુદ્રપ્રયાગ જિલ્લામાં જુલાઈના અંતમાં કેદારઘાટી વિસ્તારમાં વાદળ ફાટવાથી આવેલા પૂરથી ભારે વિનાશ થયો છે. અહીં પણ ઘણા મકાનો અને ગાડીઓ કાદવમાં દટાઈ ગઈ અને નદીઓમાં પૂર આવ્યુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttarakhand cloudburst news Tharali cloudburst tragedy Uttarakhand heavy rains 2025

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ