બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ થતા અનેક ઘરો-દુકાનો બળીને રાખ, બેના મોત, 18થી વધુ ઘાયલ

દુર્ઘટના / એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ થતા અનેક ઘરો-દુકાનો બળીને રાખ, બેના મોત, 18થી વધુ ઘાયલ

Published By: Vidhata Gothi

Last Updated: 08:01 AM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Tanker Blast: શુક્રવારે રાત્રે એક એલપીજી ટેન્કરમાં આગ લાગતાં બે લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શુક્રવારે મોડી રાત્રે હોશિયારપુર-જલંધર રોડ પર એક એલપીજી ટેન્કરમાં આગ લાગતાં બે લોકોના મોત થઈ ગયા અને અનેક લોકો ઘાયલ છે. પોલીસે જણાવ્યું કે આગ ઝડપથી ફેલાઈ હતી અને મંડિયાલા અડ્ડા વિસ્તારની આસપાસ લગભગ 15 દુકાનો અને ચાર-પાંચ રહેણાંક મકાનોને આગે લપેટમાં લઈ લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી.

સિવિલ સર્જન પવન કુમારે જણાવ્યું હતું કે હોશિયારપુર સિવિલ હોસ્પિટલમાં બે વ્યક્તિઓને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે 18 થી 20 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગંભીર રીતે દાઝી ગયેલા પાંચથી છ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કાર સાથે અથડાયા બાદ ટેન્કરમાં લાગી આગ

મળતી માહિતી પ્રમાણે, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કાર સાથે અથડાયા બાદ ટેન્કરમાં આગ લાગી ગઈ. આગ બુઝાવવા માટે તાત્કાલિક ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. પંજાબના મંત્રી રવજોત સિંહ મંડિયાલા ગામમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે પરિસ્થિતિ એવી છે કે તેનું વર્ણન કરી શકાતું નથી. ખૂબ જ દુઃખદ અકસ્માત થયો છે. હજુ સુધી ખબર નથી કે કેટલા લોકો ગુમ છે. લોકો કહી રહ્યા છે કે એક ટેન્કરે એક કારને ટક્કર મારી હતી, ત્યારબાદ ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. આગ ઘણી ફેલાઈ ગઈ છે.

Vtv App Promotion

સિવિલ સર્જન અને વરિષ્ઠ અધિકારીઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે જનતાને અકસ્માત સ્થળની મુલાકાત લેવાનું ટાળવા અને ચાલુ રાહત કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે.

આ પણ વાંચો: જાપાન અને ચીનના પ્રવાસે જશે વડાપ્રધાન મોદી, સામે આવી ગઈ તારીખો

આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા, કેબિનેટ મંત્રી, ધારાસભ્ય અને ડેપ્યુટી કમિશનર આશિકા જૈને ભારપૂર્વક જણાવ્યું કે સરકાર અને વહીવટીતંત્ર પીડિતો અને તેમના પરિવારો સાથે સંપૂર્ણ રીતે ઉભા છે અને તેમને સંપૂર્ણ તબીબી સંભાળ અને જરૂરી સહાય સુનિશ્ચિત કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Punjab News Hoshiarpur Punjab LPG Tanker Blast

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ