ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / બસપા પ્રેસિડન્ટ માયાવતી બચી ગયા! PCમાં શોર્ટ સર્કિટ થતાં અફરાતફરી, સુરક્ષા ઘેરામાં બહાર કઢાયાં

ઉત્તર પ્રદેશ / બસપા પ્રેસિડન્ટ માયાવતી બચી ગયા! PCમાં શોર્ટ સર્કિટ થતાં અફરાતફરી, સુરક્ષા ઘેરામાં બહાર કઢાયાં

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:40 PM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSP: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બસપા પ્રમુખ માયાવતીના જન્મદિવસની ઉજવણી માટે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સ (પીસી) દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં હોલમાં અંધાધૂંધી ફેલાઈ

ADVERTISEMENT

BSP: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બસપા પ્રમુખ માયાવતીના જન્મદિવસની ઉજવણી માટે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સ (પીસી) દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં હોલમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. પ્રેસ કોન્ફરન્સ પૂરી થવાની તૈયારીમાં હતી ત્યારે આ ઘટના બની હતી.

લખનૌમાં બસપા પ્રમુખ માયાવતીના જન્મદિવસ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. માયાવતીની પ્રેસ કોન્ફરન્સ (પીસી) દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થઈ હતી. ઇલેક્ટ્રિકલ પેનલમાંથી તણખા અને ધુમાડો નીકળવા લાગ્યો. માયાવતીની પ્રેસ કોન્ફરન્સ પૂરી થવાની તૈયારીમાં જ આ ઘટના બની. આખો હોલ તરત જ ધુમાડાના ગોટેગોટાથી ભરાઇ ગયો હતો. જેના કારણે હાજર પત્રકારો અને રાજકારણીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

તાત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી

પ્રેસ કોન્ફરન્સ હોલમાં શોર્ટ સર્કિટ થતાં ઇલેક્ટ્રિકલ પેનલમાંથી તણખા નીકળવા લાગ્યા અને હોલમાં ધુમાળો ફેલાઇ ગયો હતો. જોકે માયાવતીના રક્ષણ માટે તૈનાત સુરક્ષા કર્મચારીઓએ ગજબ ચપળતા દર્શાવી. ખતરાને જોતા સુરક્ષા રક્ષકોએ તાત્કાલિક ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીને હોલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને તેમને તેમના નિવાસસ્થાને લઈ ગયા હતા.

vtv app promotion

આ પણ વાંચોઃસુપ્રીમ કોર્ટમાંથી મમતા સરકારને મોટો ઝટકો, ED અધિકારીઓ સામેની FIR પર મૂક્યો પ્રતિબંધ

અગ્નિ સલામતી સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો

શોર્ટ સર્કિટની માહિતી મળતાં સુરક્ષા ટીમ અને વિદ્યુત કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. સમય બગાડ્યા વિના સુરક્ષા કર્મચારીઓએ નજીકમાં અગ્નિશામક સાધનોનો ઉપયોગ કર્યો. આનાથી આગ ફેલાતા પહેલા જ ઓલવાઈ ગઈ. સદનસીબે ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Up News Mayawati BSP

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ