ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / સુપ્રીમ કોર્ટમાંથી મમતા સરકારને મોટો ઝટકો, ED અધિકારીઓ સામેની FIR પર મૂક્યો પ્રતિબંધ

નેશનલ / સુપ્રીમ કોર્ટમાંથી મમતા સરકારને મોટો ઝટકો, ED અધિકારીઓ સામેની FIR પર મૂક્યો પ્રતિબંધ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:15 PM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ED vs Mamata Banerjee: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ પોલીસને I-PAC પરિસર પર દરોડાના સીસીટીવી ફૂટેજ સાચવવાનો નિર્દેશ આપ્યો છે.

ADVERTISEMENT

ED vs Mamata Banerjee: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ પોલીસને I-PAC પરિસર પર દરોડાના સીસીટીવી ફૂટેજ સાચવવાનો નિર્દેશ આપ્યો છે. ઇડીની અરજી પર સુનાવણી 3 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવનાર છે.

કોલકાતામાં આઇ પેક કાર્યાલય પર તાજેતરમાં દરોડાના કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે, અને આ લડાઇ ઇડી અને મમતા બેનર્જી વચ્ચેની લડાઈ બની ગઇ છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર એટલે કે મમતા બેનર્જીની સરકાર અને કોલકાતા પોલીસને મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજકીય સલાહકાર I-PAC ની ઓફિસ અને તેેના ડિરેક્ટર પ્રતીક જૈનના પરિસર પર દરોડાના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ સામે દાખલ કરાયેલી એફઆઇઆર પર આગામી સુનાવણી સુધી સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે તપાસમાં "અવરોધ" કરવાનો આરોપ લગાવતી ઇડીની અરજી પર પશ્ચિમ બંગાળ સરકાર, મુખ્યમંત્રી મમતા બેનર્જી, ડીજીપી રાજીવ કુમાર અને અન્ય લોકોને નોટિસ પણ જારી કરી છે.

mamata-banerjee-on-NITI

ન્યાયાધીશ પ્રશાંત મિશ્રા અને વિપુલ પંચોલીની બેન્ચે કેન્દ્રીય એજન્સીનીએ અરજી પર ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ, મમતા બેનર્જી અને બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટે આ મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી પર પણ જવાબ માંગ્યો હતો.

સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ પોલીસને આઈ-પેક પરિસરમાં દરોડાના સીસીટીવી ફૂટેજ સાચવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે ઇડીની નવી અરજીની સુનાવણી માટે 3 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, "ઇડીની અરજી અનેક ગંભીર પ્રશ્નો ઉભા કરે છે, જો આનો જવાબ આપવામાં નહીં આવે તો અરાજકતા ફેલાશે. આ બાબતની તપાસ કરવી જરૂરી છે જેથી ગુનેગારોને રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓની આડમાં રક્ષણ ન મળે."

vtv app promotion

આ પણ વાંચોઃ કોલકાતા પોલીસ કમિશ્નર અને બંગાળના DGP...! મમતા સરકાર વિરૂદ્ધ EDની 'સુપ્રીમ' ડિમાન્ડ

ઇડીની અરજી ગંભીર મુદ્દાઓ ઉઠાવે છે

કોર્ટે કડક ટિપ્પણી કરી હતી કે ઇડીની અરજી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવતી તપાસ અને તપાસમાં રાજ્ય એજન્સીઓની દખલગીરી અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવે છે. ઇડીએ ડીજીપી રાજીવ કુમાર સહિત પશ્ચિમ બંગાળના ત્રણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરતી નવી અરજી દાખલ કરી છે. ઇડીનો આરોપ છે કે આ અધિકારીઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મળીને તપાસમાં અવરોધ ઉભો કર્યો હતો અને પુરાવા ચોરી કરવામાં કથિત રીતે મદદ કરી હતી. અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડીજીપી રાજીવ કુમાર અગાઉ કોલકાતા પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતી વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ધરણા પર બેઠા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Mamata Banerjee Enforcement Directorate

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ