ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / વક્ફ કાયદો યથાવત, 3 સભ્યો ગેર મુસ્લિમ હોઈ શકશે પરંતુ 5 વર્ષની શરત પર સ્ટે, સુપ્રીમનો મોટો ચુકાદો
Last Updated: 11:13 AM, 15 September 2025
ADVERTISEMENT
વકફ (સુધારા) અધિનિયમ 2025 ની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે કાયદાની કેટલીક જોગવાઈઓ પર સ્ટે આપ્યો છે. વકફ બોર્ડના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની જે શરત હતી તેની પર સુપ્રીમ સ્ટે મૂકી દીધો છે અર્થાત હવે વકફના સભ્ય બનવા માટે 5 વર્ષ ઈસ્લામનું પાલન કરવાની જરુર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ જોગવાઈ ત્યાં સુધી પ્રતિબંધિત રહેશે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ઇસ્લામનો અનુયાયી છે કે નહીં તે નક્કી કરવા માટે નિયમ બનાવવામાં ન આવે.
ADVERTISEMENT
3 સભ્યો ગેર મુસ્લિમ હોઈ શકશે
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે વકફમાં 3 સભ્યો ગેર મુસ્લિમ પણ હોઈ શકશે. વકફ બોર્ડના માળખા પર ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે બોર્ડમાં વધુમાં વધુ ત્રણ બિન-મુસ્લિમ સભ્યો હોઈ શકે છે. એટલે કે 11 સભ્યોમાંથી બહુમતી મુસ્લિમ સમુદાયના હોવા જોઈએ. ઉપરાંત, શક્ય હોય ત્યાં સુધી, બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મુસ્લિમ હોવા જોઈએ.
ADVERTISEMENT
બધી જોગવાઈઓ પર સ્ટેનો સુપ્રીમનો ઈન્કાર
સુપ્રીમ કોર્ટે વકફ (સુધારા) કાયદા, 2025 ની બધી જોગવાઈઓ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું કે કેટલીક કલમોને રક્ષણની જરૂર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો