બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશમાં કેમ વધી રહ્યું છે ભૂસ્ખલનનું પ્રમાણ? સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કારણ

નેશનલ / દેશમાં કેમ વધી રહ્યું છે ભૂસ્ખલનનું પ્રમાણ? સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કારણ

Published By: Shilpa Parmar

Last Updated: 04:02 PM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court Flood Landslide Case 2025 : સુપ્રીમ કોર્ટએ દેશમાં અચાનક વધી રહેલા ભૂસ્ખલન અને પૂર અંગે કડક સુનાવણી કરી છે અને સંબંધિત સંસ્થાઓને નોટિસ પણ આપી છે. જાણો શું આદેશ આપ્યો સુપ્રીમ કોર્ટએ?

સુપ્રીમ કોર્ટએ પંજાબથી લઈને જમ્મુ-કશ્મીર સુધીના રાજ્યોમાં આવેલા ભૂસ્ખલન અને પૂરની સ્થિતિની ગંભીર નોંધ લીધી છે. કોર્ટએ કેન્દ્ર સરકાર, NDMA તથા અન્ય સંબંધિત સંસ્થાઓને નોટિસ ફટકારી છે.

સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ કહ્યું કે,

'હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ-કશ્મીર જેવા રાજ્યોમાં ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપવાના કારણે કુદરતી આપત્તિઓ આવી રહી છે.'

આ મામલાને લગતી અરજીની સુનાવણી હવે બે અઠવાડિયા પછી થશે. સાથે જ સોલિસિટર જનરલને તુષાર મહેતાને જરૂરી સુધારાત્મક પગલાં લેવાની સૂચના પણ આપવામાં આવી છે.

તુષાર મહેતાનું નિવેદન

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન SG તુષાર મહેતાએ જણાવ્યું કે

“આપણે કુદરત સાથે એટલી છેડછાડ કરી છે કે હવે કુદરત આપણને એની સામેનો જવાબ આપી રહી છે.”

કોને કોને નોટિસ આપવામાં આવી?

ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રએ કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય, NHAI તથા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને પંજાબની સરકારને પણ નોટિસ ફટકારી છે.

આ સુનાવણી એ અરજી પર થઈ રહી છે જેમાં આરોપ મૂકાયો હતો કે ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપવાના કારણે આવી કુદરતી આપત્તિઓ સર્જાઈ છે.

સુપ્રીમ કોર્ટની ચિંતા

બેંચે અનામિકા રાણાની અરજીના બે અઠવાડિયા પછી ફરી સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે. સાથે જ સોલિસિટર જનરલ તુષાર મહેતાને જરૂરી સુધારાત્મક પગલાં સુનિશ્ચિત કરવા કહ્યું છે. ચીફ જસ્ટિસે કહ્યું,

“અમે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં અણધારી ભૂસ્ખલન અને પૂરની આફત જોઈ છે. મીડિયામાં આવેલી ખબરોમાં પણ બતાવવામાં આવ્યું છે કે પૂરમાં મોટી માત્રામાં લાકડાના ટુકડા વહેતા જોવા મળ્યા. પ્રથમ નજરે એવું લાગી રહ્યું છે કે વૃક્ષને ગેરકાયદેસર કાપવાથી આ થયું છે. તેથી જવાબદાર પક્ષોને નોટિસ પાઠવો અને બે અઠવાડિયામાં જવાબ માંગો.”

SG તુષાર મહેતાની દલીલ

સુપ્રીમ કોર્ટએ જણાવ્યું કે,

"મીડિયામાં હિમાચલ પ્રદેશમાંથી મોટી સંખ્યામાં લાકડાના ટુકડા વહેતા દેખાવાની તસવીરો પ્રસારિત થઈ છે. આ ખૂબ ગંભીર મુદ્દો છે. અમે પંજાબની તસવીરો પણ જોઈ રહ્યા છીએ જ્યાં આખા ખેતરો અને ગામડાં નષ્ટ થઈ ગયા છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું અતિ આવશ્યક છે"

આ મુદ્દાને લઈને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલમાં કહ્યું,

“આપણે કુદરત સાથે એટલી છેડછાડ કરી છે કે હવે કુદરત એની પ્રતિક્રિયા આપી રહી છે. આ અત્યંત ગંભીર બાબત છે."

વધુ વાંચો: 1988 પછી સૌથી ભયાનક પૂર...અત્યાર સુધીમાં 37 લોકોના મોત, 3 લાખથી વધુ લોકો પ્રભાવિત

હાલ જરૂરી પગલાંના ભાગ રૂપે કોર્ટે સંબંધિત સંસ્થાઓને નોટિસ ફટકરી છે હવે આગળની સુનાવણીમાં જોવું રહ્યું કે નોટિસ બાદ આ સમસ્યાને લઈને શું પગલાં લેવાશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Flood Landslide Case 2025 Floods and landslides Supreme Court NDMA Notice

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ