બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પશ્ચિમ બંગાળમાં હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે આજે 15 મતદાન મથકો પર ફરી મતદાન, જાણો શું છે કારણ ?
Last Updated: 08:15 AM, 2 May 2026
West Bengal Election : પશ્ચિમ બંગાળમાં તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉભા થયેલા વિવાદો વચ્ચે હવે કેટલાક મતદાન મથકો પર ફરીથી મતદાન યોજાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલા ડાયમંડ હાર્બર અને મગરહાટ પશ્ચિમ મતવિસ્તારોમાં કુલ 15 મતદાન મથકો પર ફરી મતદાન શરૂ થયું છે. આ પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, જેમાંથી 11 મથકો મગરહાટ પશ્ચિમમાં અને 4 ડાયમંડ હાર્બરમાં આવેલાં છે.
ADVERTISEMENT
ચૂંટણી દરમિયાન ઈલેક્ટ્રોનિક મતદાન મશીન એટલે કે EVM સાથે છેડછાડના ગંભીર આરોપો સામે આવ્યા હતા. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે કડક વાંધો ઉઠાવ્યો હતો અને કેટલાક બૂથ પર ગેરરીતિઓનો આક્ષેપ કર્યો હતો. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચએ તપાસ બાદ ચોક્કસ મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો.
#WATCH | West Bengal Elections Re-polling | South 24 Parganas: After voting at booth number 117, in Diamond Harbour constituency, a voter says, "The machine was malfunctioning the last time. It is fine in the re-polling..." pic.twitter.com/qSziZppESF
— ANI (@ANI) May 2, 2026
ADVERTISEMENT
ફાલ્ટા વિસ્તારમાં થયેલી એક ઘટના ખાસ ચર્ચામાં રહી જેમાં EVMના બટન પર ટેપ લગાવવામાં આવી હોવાનો આરોપ હતો. આ અંગેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકીય તણાવ વધ્યો હતો. મતદારો તેમજ વિવિધ રાજકીય પક્ષોએ બૂથ કબ્જા, ગોટાળા અને EVM સાથે છેડછાડ અંગે ફરિયાદો નોંધાવી હતી.

ADVERTISEMENT
ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 58(2) હેઠળ આ બૂથ પર થયેલ મતદાનને રદ કરીને ફરી મતદાનનો આદેશ આપ્યો છે. આ જોગવાઈ અનુસાર જો મતદાન દરમિયાન ગંભીર ગેરરીતિઓ થાય, જેમ કે મશીનમાં ખામી, હિંસા અથવા પ્રક્રિયાત્મક ઉલ્લંઘન, તો ફરી મતદાન શક્ય બને છે.
Suvendu Adhikari welcomes repolling in Marghat Paschim, says "should have happened in whole Falta segment too"
— ANI Digital (@ani_digital) May 2, 2026
Read @ANI Story | https://t.co/9qX4bruErm#SuvenduAdhikari #BJP #TMC #WestBengal pic.twitter.com/Rzzho5m3JB
ADVERTISEMENT
આ પણ વાંચો : બંગાળમાં મત ગણતરી પહેલા જ આર-પાર: સુપ્રીમ કોર્ટ પહોચી ટીએમસી
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, ગેરરીતિઓ પ્રત્યે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી છે. જિલ્લા સ્તરે મળેલા અહેવાલો અને નિરીક્ષકોની માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મતદાન પહેલા કોઈ ગેરરીતિનો પુરાવો ન મળતા, મતદાન દરમિયાન છેડછાડ થયાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે રાજ્યમાં નોંધાયેલું મતદાન ટકાવારી ખૂબ જ ઊંચું રહ્યું છે. બે તબક્કામાં મળીને કુલ 92.93 ટકા મતદાન નોંધાયું છે, જે રાજ્યના ઇતિહાસમાં નોંધપાત્ર ગણાય છે. તેમ છતાં, ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે ફરી મતદાન જેવા પગલાં લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.