બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:01 PM, 1 May 2026
West Bengal : તૃણમૂલ કોંગ્રેસે ભારતના સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના કાઉન્ટિંગ સુપરવાઇઝરની નિમણૂકના નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી છે. પાર્ટીનો આરોપ છે કે રાજ્યના કર્મચારીઓને બાકાત રાખવાથી નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉભા થાય છે. તમને જણાવી દઇએ કે, કોલકાતા હાઇકોર્ટે પહેલાથી જ અરજી ફગાવી દીધી છે.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસે હવે ચૂંટણી પંચના ફક્ત કેન્દ્ર સરકાર અથવા જાહેર ક્ષેત્રના કર્મચારીઓને કાઉન્ટિંગ સુપરવાઇઝર તરીકે નિયુક્ત કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. બંગાળમાં શાસક પક્ષ (ટીએમસી) એ આ મામલાની ગંભીરતા ટાંકીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. સોમવાર (4 મે 2026) ના મતગણતરી યોજાવાની હોવાથી તૃણમૂલના વકીલોએ 2 મેના સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની વિનંતી કરી છે.
ટીએમસીએ અગાઉ ગણતરી કેન્દ્રો પર માત્ર કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમના કર્મચારીઓને ગણતરી નિરીક્ષકો અને સહાયકો તરીકે નિયુક્ત કરવા સામે કોલકાતા હાઇકોર્ટ પહોચ્યુ હતું જો કે, 30 એપ્રિલે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, "રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મતગણતરી નિરીક્ષક અને મતગણતરી સહાયક તરીકે નિયુક્ત કરવા કે નહીં તે નક્કી કરવાનો ચૂંટણી પંચનો વિશેષાધિકાર છે. રાજ્ય સરકારના કર્મચારીઓને બદલે કેન્દ્ર સરકાર કે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોના કર્મચારીઓની નિમણૂક કરવામાં કોર્ટને કોઈ ગેરકાયદેસરતા જણાતી નથી."

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર કાલે ફરીથી થશે મતદાન, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
કોર્ટે એમ પણ કહ્યુ કે પશ્ચિમ બંગાળના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જારી કરાયેલા નિર્દેશોનો હેતુ મતગણતરી પ્રક્રિયાની પારદર્શિતા, ન્યાયીતા અને વ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવાનો હતો અને તે ચૂંટણી પ્રક્રિયાનો એક ભાગ હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.