બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'ટોકિઝમાં કન્હૈયાલાલના આત્મા માટે એક સીટ ખાલી રાખી' ઉદયપુર ફાઈલ્સ રીલિઝ થઈ

બોલિવૂડ / 'ટોકિઝમાં કન્હૈયાલાલના આત્મા માટે એક સીટ ખાલી રાખી' ઉદયપુર ફાઈલ્સ રીલિઝ થઈ

Published By: Jay Bhatt

Last Updated: 03:22 PM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદયપુર ફાઈલ્સ આજે સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મ વર્ષ 2022માં રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલ ટેલરની હત્યા પર આધારિત છે. ટોકિઝમાં કન્હૈયાલાલ આત્મા માટે એક સીટ પણ ખાલી રાખવામાં આવી હતી.

Rajasthan: કન્હૈયાલાલ ટેલરના હત્યાકાંડ પર આધારિત ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મના રિલીઝ પ્રસંગે કન્હૈયાલાલના પુત્ર યશ સાહુએ ભાવનાત્મક અપીલ કરતા કહ્યું કે 'આ ફિલ્મ માત્ર એક કહાની જ નહીં પરંતુ દેશના લોકો માટે એક મેસેજ છે કે, 28 જૂને તેમના પિતા સાથે શું થયું અને દેશમાં આતંકવાદના મૂળ કેવી રીતે ફેલાઈ રહ્યા છે'.

Vtv App Promotion

થિયેટરમાં એક સીટ ખાલી રાખવામાં આવી

યશ સાહુએ ફિલ્મનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, 'હું દેશના લોકોને આ ફિલ્મ જોવા અને સત્ય જાણવા અપીલ કરું છું. આ ફિલ્મ કોઈ ધર્મનો વિરોધ કરવા કે કોઈ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે બનાવવામાં નથી આવી, પરંતુ તેનો હેતુ લોકોને જાગૃત કરવાનો અને આતંકવાદના ખતરનાક ચહેરાને લોકો સમક્ષ સામે લાવવાનો છે'. તેમણે વધુમાં કહ્યું હતું કે, 'ફિલ્મના ખાસ સ્ક્રીનિંગમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ફિલ્મને પોતાનો સંપૂર્ણ ટેકો આપ્યો હતો. મારી માતા આ ફિલ્મ જોઈ શકશે નહીં પરંતુ મારા પિતાના આત્મા માટે થિયેટરમાં એક સીટ ખાલી રાખવામાં આવી છે અને તેમના ફોટો તેના પર મૂકવામાં આવ્યો છે જેથી તેમની હાજરીની અનુભૂતિ રહે'.

યશે ન્યાય મળવામાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી

ફિલ્મ વિશે વાત કરતા દરમિયાન યશ સાહુએ પણ ન્યાય મળવામાં થઈ રહેલા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. યશે કહ્યું હતું કે, 'મારા પિતાનો કેસ હજુ પણ ત્રણ વર્ષ પહેલા જેવો જ છે. તેમના હત્યારાઓને હજુ સુધી સજા મળી નથી. અમને ખબર નથી કે ન્યાય મળવામાં અમને કેટલો સમય લાગશે'. નોંધનીય છે કે કન્હૈયાલાલ હત્યા કેસ 28 જૂન 2022ના રોજ ઉદયપુરમાં બન્યો હતો, જ્યારે બે હુમલાખોરોએ તેમની દુકાનમાં ઘૂસીને તેમની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી.

વધુ વાંચો : '16 વર્ષની દીકરીને સેક્સી ટોય ભેટ આપવા માગુ છું' લોકપ્રિય એક્ટ્રેસના ખુલાસાથી બોલીવૂડમાં હડકંપ

ફિલ્મમાં વિજય રાજ મુખ્ય ભૂમિકામાં

આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો અને ત્યારબાદ દેશભરમાં આ હત્યાની ભારે નિંદા થઈ હતી. તપાસ એજન્સીઓએ આ કેસને આતંકવાદી કાવતરા સાથે જોડીને ઘણા આરોપીઓની ધરપકડ કરી હતી. 'ઉદયપુર ફાઇલ્સ'માં વિજય રાજ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મને 55 કટ સાથે રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Udaipur files National Kanhaiya lal murder case

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ