બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / '16 વર્ષની દીકરીને સેક્સી ટોય ભેટ આપવા માગુ છું' લોકપ્રિય એક્ટ્રેસના ખુલાસાથી બોલીવૂડમાં હડકંપ

મનોરંજન / '16 વર્ષની દીકરીને સેક્સી ટોય ભેટ આપવા માગુ છું' લોકપ્રિય એક્ટ્રેસના ખુલાસાથી બોલીવૂડમાં હડકંપ

Jay Bhatt

Last Updated: 03:20 PM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકપ્રિય અભિનેત્રીએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, 'હું મારી 16 વર્ષની દીકરીને સેક્સી ટોય ભેટ આપવા માગુ છું'. આ નિવેદનથી બોલિવૂડમાં હડકંપ મચી ગયો હતો.

Entertainment: ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી કે જે દરેક મુદ્દા પર ખુલીને બોલે છે. હાલમાં જ તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતા. અભિનેત્રીએ તેની પુત્રી વિશે આ ખુલાસો કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, પુત્રીને તેના 16મા જન્મદિવસ પર સેક્સી ટોય ભેટ આપવાનું વિચારી રહી હતી. આ બોલ્ડ નિવેદનથી ખુદ પુત્રી પણ તેની માતાની વાત પર વિશ્વાસ કરી શકી નહીં.

ટીવી અભિનેત્રીનું બોલ્ડ નિવેદન

ટીવી અભિનેત્રી ગૌતમી કપૂરને કોણ નથી જાણતું? રામ કપૂરની જેમ, અભિનેત્રી પણ ખુલ્લેઆમ પોતાના વાત રાખે છે. જો કે તેના એક નિવેદનથી તેને ટ્રોલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગૌતમી કપૂરે કહ્યું હતું કે, 'હું મારી પુત્રીને તેના 16મા જન્મદિવસ પર વાઇબ્રેટર જેવું સેક્સ ટોય ભેટ આપવાનું વિચારી રહી હતી'. અભિનેત્રીના આ નિવેદનથી હડકંપ મચી ગયો હતો. ખુદ પોતાની દીકરીને પણ આ નિવેદન શોકિંગ લાગ્યું હતું.

સોશિયલ મીડિયા પર થઈ હતી ટ્રોલ

ગૌતમીના નિવેદન પર લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સે ભરાયા હતા. એક યુઝરે કહ્યું હતું કે, 'આ બોલિવૂડના લોકો ફક્ત સેક્સ, વાસના અને ડ્રગ્સ વિશે વાત કરવાનું જાણે છે. પાત્ર જેવી કોઈ વસ્તુ બાકી નથી.' જ્યારે બીજાએ કહ્યું, 'શું તમે તમારી દીકરીને વાઇબ્રેટર આપવાનું વિચારી રહ્યા છો? તેને ભણાવવાનું નહીં, સમાજ માટે કંઈક કરવાનું નહીં? શું સેક્સ બધું બની ગયું છે?' એક યુઝરે તો ત્યા સુધી કહી દીધુ હતું કે 'આને પાગલખાનામાં મોકલી દો'.

Vtv App Promotion 2

વધુ વાંચો : અઘટિત બન્યું! કોમેડિયન કપિલ શર્મા પર આવી આફત, હવે શું થશે? ચાહકોમાં ફેલાઈ ચિંતા

દીકરી સિયાની આવી હતી પ્રતિક્રિયા

અભિનેત્રી ગૌતમી કપૂરના નિવેદન પર ખુદ તેની દીકરી સિયા તેની માતાના આવા નિવેદનથી ચોંકી ગઈ હતી અને કહ્યું હતું, ' શું તું પાગલ થઈ ગઈ છે?' જો કે ગૌતમીએ આગળ કહ્યું હતું કે, 'આજે મારી દીકરી 19 વર્ષની છે અને તે આ વાતની પ્રશંસા કરે છે કે મેં આવું વિચાર્યું હતું'. તમને કદાચ નહીં ખબર હોય પણ ગૌતમી કપૂર લોકપ્રિય અભિનેતા રામ કપૂરની પત્ની છે. ગૌતમીએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. બાદમાં તેણે ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. ગૌતમીએ 'ઘર એક મંદિર', 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' અને 'પરવરિશ 2' જેવા ઘણા લોકપ્રિય ટેલિવિઝન શોમાં કામ કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gautami kapoor viral statement entertainment
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ