બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અઘટિત બન્યું! કોમેડિયન કપિલ શર્મા પર આવી આફત, હવે શું થશે? ચાહકોમાં ફેલાઈ ચિંતા

મનોરંજન / અઘટિત બન્યું! કોમેડિયન કપિલ શર્મા પર આવી આફત, હવે શું થશે? ચાહકોમાં ફેલાઈ ચિંતા

Nidhi Panchal

Last Updated: 12:11 PM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના સરે શહેરમાં પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના ‘કેપ્સ કાફે’ પર ફરી એકવાર ગોળીબાર થયો છે. આ હુમલાની જવાબદારી ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે.

કેનેડાના સરે શહેરમાં પ્રખ્યાત ભારતીય કોમેડિયન કપિલ શર્માના કાફે ‘કેપ્સ કાફે’ પર ફરી ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જવાબદારી ગોલ્ડી ધિલ્લોન નામના ગેંગસ્ટરે લીધી છે, જે પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય કહે છે. હાલ સુરક્ષા એજન્સીઓ અને મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. સદનસીબે, આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી.

kapil-ginni

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 9 સેકન્ડના આ વીડિયોમાં કારમાં બેઠેલા કેટલાક લોકો કાફે તરફ અંધાધૂંધ ગોળીબાર કરતા જોવા મળે છે. અહેવાલ મુજબ, આ હુમલામાં 12 રાઉન્ડથી વધુ ગોળીબાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને આસપાસના CCTV ફૂટેજ પણ એકત્ર કરી રહી છે. ગોલ્ડી ધિલ્લોન અને તેની ગેંગે સોશિયલ મીડિયા મારફતે એક સંદેશ પણ આપ્યો છે, જેમાં તેઓએ લખ્યું છે – “જય શ્રી રામ, સત શ્રી અકાલ. બધા ભાઈઓને રામ રામ. ગોલ્ડી ધિલ્લોન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ આજે કપિલ શર્માના કેપ્સ કાફે, સરેમાં થયેલા ગોળીબારની જવાબદારી લે છે. અમે તેને ફોન કર્યો હતો, પરંતુ તેણે રિંગ સાંભળી નહોતી, જેના કારણે અમારે કાર્યવાહી કરવી પડી. જો તે ફરીથી ફોન કરવા પર રિંગ સાંભળશે નહીં, તો મુંબઈમાં ટૂંક સમયમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.”

પહેલા પણ થઇ હતી ગોળીબાળી

આ પહેલી વાર નથી જ્યારે કપિલ શર્માના કાફે પર હુમલો થયો હોય. 10 જુલાઈ 2025ના રોજ પણ કેનેડામાં ‘કેપ્સ કાફે’ પર ગોળીબાર થયો હતો, જેમાં નવ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. તે સમયે ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ આ ઘટનાની જવાબદારી લીધી હતી. તે બાદ, કાફેની ટીમે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક નિવેદન આપ્યું હતું, જેમાં લખ્યું હતું કે – “અમે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, પરંતુ અમારું સ્વપ્ન ચાલુ રાખીશું.

goldy

લોરેન્સ બિશ્નોઈ કોણ છે?

લોરેન્સ બિશ્નોઈ કોણ છે તે અંગે પણ લોકોના મનમાં સવાલ થાય છે. લોરેન્સ બિશ્નોઈ ઉત્તર ભારતમાં ખુબ જ ખતરનાક ગેંગસ્ટર છે. તાજેતરમાં તે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાને કારણે ચર્ચામાં રહ્યો હતો. આ ઉપરાંત, તેની ગેંગે મુંબઈના જાણીતા નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી પણ લીધી હતી. બાબા સિદ્દીકીની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેનો દાવો લોરેન્સ બિશ્નોઈએ ખુલ્લેઆમ કર્યો હતો.

app promo3

આ પણ વાંચો : 'જે સલમાન સાથે કામ કરશે તે મરશે' લોરેન્સ ગેંગે કોમેડિયન કપિલ શર્માને આપી મોતની ધમકી

હાલ, કપિલ શર્માના કાફે પર થયેલા તાજેતરના હુમલાના કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગ મળીને આ કેસની તપાસ કરી રહ્યા છે. સતત બે વખત થયેલા હુમલાથી કાફેની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kapil Sharma Caps Cafe Surrey Canada shooting
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ