બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ભારત / 'જે સલમાન સાથે કામ કરશે તે મરશે' લોરેન્સ ગેંગે કોમેડિયન કપિલ શર્માને આપી મોતની ધમકી
Kapil Sharma : કપિલ શર્માના Kaps Cafeમાં થયેલા ગોળીબારમાં કોઈને ઈજા પહોંચી ન હતી. જે સીધી રીતે દર્શાવે છે કે તેનો હેતુ કોઈને મારવાનો નહીં પરંતુ કપિલ શર્માને ડરાવવાનો હતો. આ વખતે કાફેમાં ગોળીબારની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ એલાયન્સ એટલે કે ગોલ્ડી ધિલ્લોન, અંકિત બધુ શેરેવાલા, જીતેન્દ્ર ગોગી માન ગ્રુપ, કાલા રાણા, આરઝૂ બિશ્નોઈ, હરિ બોક્સર, શુભમ લોનકર અને સાહિલ દુહાન પેટવાડ દ્વારા લેવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે અભિનેતા અને પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્મા લોરેન્સ ગેંગના નિશાના પર કેમ છે?
ADVERTISEMENT

એક ઓડિયો સામે આવ્યો
ADVERTISEMENT
કાળા હરણ કેસ બાદથી લોરેન્સ ગેંગ સલમાનને નિશાન બનાવી રહી છે. સલમાનના ઘરે અનેક વખત રેકી કરવામાં આવી છે. કપિલ છેલ્લા કેટલાક સમયથી સલમાન સાથે જોડાયેલો છે. લોરેન્સ ગેંગને આ પસંદ નથી. એટલા માટે લોરેન્સ ગેંગ સમયે-સમયે કપિલ શર્મા પ્રત્યે પોતાનો ગુસ્સો ઠાલવતા જોવા મળે છે. હવે એક ઓડિયો સામે આવ્યો છે. જે લોરેન્સ ગ્રુપના ગેંગસ્ટર હેરી બોક્સરનો હોવાનું કહેવાય છે.
વધુ વાંચો : VIDEO : એક્ટ્રેસ હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV ફૂટેજ, ધારદાર હથિયારથી હુમલો કરતાં દેખાયા આરોપી
ADVERTISEMENT
આ કારણે બિશ્રોઈ ગેંગને ન ગમ્યું
આ ઓડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોમેડિયને 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' સીઝન 2ના પહેલા એપિસોડમાં સલમાનને આમંત્રણ આપ્યું હતું. કપિલ દ્વારા સલમાન ખાનને તેના શોમાં મહેમાન તરીકે આમંત્રણ આપવું બિશ્નોઈ ગેંગને ગમ્યું નથી. એટલે તેનો બદલો લેવા માટે કપિલના કાફે પર ગોળીબાર કર્યો હતો. ઓડિયોમાં ગેંગસ્ટરે એવી પણ ધમકી આપી છે કે, 'જે સલમાન સાથે કામ કરશે તે મરશે'.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.