બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VIDEO : એક્ટ્રેસ હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV ફૂટેજ, ધારદાર હથિયારથી હુમલો કરતાં દેખાયા આરોપી

દિલ્હી / VIDEO : એક્ટ્રેસ હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV ફૂટેજ, ધારદાર હથિયારથી હુમલો કરતાં દેખાયા આરોપી

Published By: Priykant Shrimali

Last Updated: 10:42 AM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Huma Qureshi Brother Murder : હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યા કેસમાં સામે આવેલ CCTVમાં જોઈ શકાય છે કે, આરોપી ગુસ્સે થઈને હુમલો કરે છે અને પછી... જુઓ Video

Huma Qureshi Brother Murder : બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની હત્યાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગઇકાલે સાંજે હુમા કુરેશીના પિતરાઇ ભાઈની હત્યા થયા બાદ હવે ઘટનાના CCTV વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને આરોપીઓ આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા જોઈ શકાય છે. પ્રાથમિક વિગતો મુજબ પાર્કિંગની બાબતમાં આ હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.

હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની હત્યા કેસમાં સામે આવેલ CCTVમાં જોઈ શકાય છે કે, આરોપી ગુસ્સે થઈને આસિફ કુરેશી પર હુમલો કરે છે. બે આરોપીઓમાંથી એકના હાથમાં તીક્ષ્ણ હથિયાર છે અને તે કુરેશી પર સતત હુમલો કરી રહ્યો છે. આ દરમિયાન સ્થળ પર હાજર ભીડ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. આસિફની પત્ની પણ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.

હવે જાણો કેમ થઈ હત્યા ?

પ્રાથમિક વિગતો મુજબ દિલ્હીના નિઝામુદ્દીનના જંગપુરા ભોગલ બજાર લેનમાં ગુરુવારે રાત્રે પાર્કિંગના વિવાદને કારણે બૉલીવુડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઇ ભાઈની હત્યા કરાઇ છે. ગુરુવારે મોડી રાત્રે સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપીએ આસિફ કુરેશી પર હુમલો કર્યો હતો. આ તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત આસિફ કુરેશીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : બોલિવુડમાં મચી ચકચાર, હુમા કુરેશીના ભાઈની હત્યાથી હડકંપ, સામે આવ્યું મોટું કારણ

હવે છેલ્લે જાણીએ કોણ છે આરોપીઓ ?

આ કેસમાં અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે આરોપીઓના નામ ગૌતમ અને ઉજ્જવલ છે. બંને સગા ભાઈઓ છે. ઉજ્જવલે પહેલા આસિફ કુરેશી પર હુમલો કર્યો હતો. ગૌતમ 18 વર્ષનો છે જ્યારે ઉજ્જવલ 19 વર્ષનો છે. આ તરફ હવે મૃતકના સંબંધીઓનું કહેવું છે કે, આસિફની હત્યા જાણી જોઈને કરવામાં આવી હતી. તેના એક સંબંધી જાવેદે જણાવ્યું હતું કે, અગાઉ બે વાર આસિફ સાથે જાણી જોઈને ઝઘડો કરવામાં આવ્યો હતો જેથી તેના પર હુમલો કરી શકાય. તેના પર અગાઉ પણ હુમલો થઈ ચૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CCTV Video cousin murder Huma Qureshi

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ