બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / બોલિવુડમાં મચી ચકચાર, હુમા કુરેશીના ભાઈની હત્યાથી હડકંપ, સામે આવ્યું મોટું કારણ
Last Updated: 07:33 AM, 8 August 2025
Huma Qureshi Brother Murder : દિલ્હીમાં બૉલીવુડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઇ ભાઈની હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના નિઝામુદ્દીનમાં પાર્કિંગને લઈને માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં હુમા કુરેશીના ભાઈ આસિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. જોકે પોલીસે હત્યા કેસમાં મોટી કાર્યવાહી કરતાં તેમાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
🚨🚨 BREAKING: Huma Qureshi’s cousin brother murdered in Delhi
— Global Breaking 🚨 (@GlobalBreaking4) August 8, 2025
Actor Huma Qureshi’s cousin brother was brutally murdered in Delhi following a dispute, reportedly over parking.
Delhi Police have arrested two accused.
Investigation is ongoing. pic.twitter.com/RmsC5n98Cj
જાણો શું હતો સમગ્ર મામલો ?
ADVERTISEMENT
ગુરુવારની રાત બૉલીવુડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઇ ભાઈ માટે આખરી રાત બની હતી. વિગતો મુજબ દિલ્હીના નિઝામુદ્દીનના જંગપુરા ભોગલ બજાર લેનમાં સ્કૂટીને ગેટ પરથી હટાવીને સાઇડમાં પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપીએ આસિફ કુરેશી પર હુમલો કર્યો હતો. આ તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત આસિફને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચો : દુનિયાની તમામ સમસ્યાઓનું મૂળ કારણ શું છે? RSS વડા મોહન ભાગવતે સમજાવ્યું
શું કહ્યું મૃતકની પત્નીએ ?
ADVERTISEMENT
સમગ્ર મામલે મૃતકની પત્ની અને સંબંધીઓનું કહેવું છે કે, આરોપીઓએ નજીવી બાબતે ક્રૂરતાથી આ ગુનો કર્યો હતો. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ પાર્કિંગના વિવાદને લઈને મારા પતિ સાથે તેમનો ઝઘડો થયો હતો. જ્યારે મારા પતિ કામ પરથી ઘરે પાછા ફર્યા ત્યારે પાડોશીની સ્કૂટી ઘરની સામે પાર્ક કરેલી હતી જેને તેમણે પાડોશીને હટાવવા કહ્યું. પરંતુ સ્કૂટી હટાવવાને બદલે પાડોશીએ તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો અને તેમની તીક્ષ્ણ વસ્તુથી હત્યા કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.