બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે ભરતી પરીક્ષાના નિયમો બદલાયા

જાણી લો / સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે ભરતી પરીક્ષાના નિયમો બદલાયા

Chintan Chavda

Last Updated: 11:59 PM, 13 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Railway Rules Change: રેલ્વે ભરતી પરીક્ષાઓમાં બેસતા ઉમેદવારોની સુવિધા માટે જૂના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ઉમેદવારો પાઘડી, હિજાબ, કાડા જેવા ધાર્મિક પ્રતીકો પહેરીને પરીક્ષા કેન્દ્રમાં જઈ શકે છે, જો સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન ન થાય.

રેલ્વે ભરતી પરીક્ષાઓમાં ઉમેદવારોની સુવિધા માટે ઘણા જૂના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ, પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા દરમિયાન ધાર્મિક પ્રતીકો પહેરવાની મંજૂરી નહોતી. તેનું કારણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છુપાવીને છેતરપિંડી થવાનો ભય હતો, જે પરીક્ષાની નિષ્પક્ષતાને અસર કરી શકે છે.

Train-night2

હવે ઉમેદવારોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઉમેદવારો પરીક્ષા કેન્દ્રોમાં પાઘડી, હિજાબ, કડા અને ક્રોસ લોકેટ જેવા પ્રતીકો પહેરીને પણ જઈ શકે છે, જો કે આમ કરવાથી સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન ન થાય. રેલ્વેએ પરીક્ષાની પવિત્રતા જાળવી રાખીને સમાવિષ્ટ અને બિનસાંપ્રદાયિક અભિગમ સાથે ઉમેદવારો દ્વારા ધાર્મિક પ્રતીકોના ઉપયોગની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

પરીક્ષણ પ્રક્રિયા પહેલાની જેમ જ અમલમાં રહેશે

જોકે, રેલવેએ એ પણ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધિત પ્રતીકોને ફક્ત ત્યાં સુધી જ મંજૂરી આપવામાં આવશે જ્યાં સુધી તે સુરક્ષા વ્યવસ્થામાં અવરોધ ન લાવે. પરીક્ષા કેન્દ્રો પર ચેકિંગ પ્રોસેસ પહેલાની જેમ જ ચાલુ રહેશે અને ચકાસણી પણ તે જ અંતર્ગત કરવામાં આવશે. રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ ફેરફાર માત્ર ઉમેદવારોની ધાર્મિક સ્વતંત્રતાનો આદર જ નથી કરતો, પરંતુ ભારતની વિવિધતાને પણ ઓળખે છે.

અત્યાર સુધી રેલ્વે પરીક્ષાઓમાં ડ્રેસ કોડનું કડક પાલન કરવું પડતું હતું. કોઈપણ પ્રકારના ધાર્મિક પ્રતીકો અને પોશાક પહેરવાની મંજૂરી નહોતી. આ કારણે ઉમેદવારોને શ્રદ્ધા અને તક વચ્ચે પસંદગી કરવી પડતી હતી. ઘણી વખત તેમની ગોપનીયતા અને આત્મસન્માનને પણ ઠેસ પહોંચતી હતી. રેલ્વેએ અરજી પ્રોસેસમાં પણ મોટો ફેરફાર કર્યો છે. ભરતી કેલેન્ડરમાં વન ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

app promo1

વેબસાઈટ પર પણ થયો આ બદલાવ

ઉમેદવારોએ વારંવાર વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક પ્રમાણપત્રો, ફોટો અને સહી વગેરે અપલોડ કરવાની જરૂર રહેશે નહીં. એકવાર OTR પ્રોફાઇલ બની ગયા પછી, તે જ પ્રોફાઇલનો ઉપયોગ કરીને ભવિષ્યમાં ઘણી ખાલી જગ્યાઓ માટે અરજીઓ કરી શકાય છે. આ ડેટાની એકરૂપતા સુનિશ્ચિત કરશે અને ભૂલોની શક્યતા ઘટાડશે. રેલ્વે ભરતી બોર્ડની વેબસાઇટ દિવ્યાંગજનને અનુકુળ અપડેટ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પત્ની પ્રેમી સાથે ભાગી ગઇ તો પતિ દુધથી ન્હાયો, અસમનો મામલો ચોંકાવી દેશે

દૃષ્ટિહીન ઉમેદવારોને ધ્યાનમાં રાખીને ઓડિયો નેવિગેશન ફીચર ઉમેરવામાં આવ્યું છે. હવે વેબસાઇટ પરનું લખાણ ઓડિયો સ્વરૂપમાં પણ વાંચી શકાય છે. આની મદદથી, જે ઉમેદવારોને સ્ક્રીન વાંચવામાં મુશ્કેલી પડે છે તેઓ કોઈની મદદ વગર માહિતી મેળવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Railway Rules Change National News One-Time Registration
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ