બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:25 AM, 8 April 2025
ગઇકાલે એટલે કે સોમવારે મોડી રાત્રે ભાજપના વરિષ્ઠ નેતા અને પંજાબના ભૂતપૂર્વ ઇકેબીનેટ મંત્રી મનોરંજન કાલિયાના નિવાસ સ્થાન પર ગ્રેનેડ ફેંકીને હુમલો થયો હતો. ગ્રેનેડ ફેંકાતા તેમના નિવાસ સ્થાને એક વિસ્ફોટ થયો હતો. આ ઘટના જ્યારે બની ત્યારે તેઓ ઘરે હજાર હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે હાજર થઈ ગઈ હતી અને તપાસની કાંગીતિ શરૂ કરી હતી. આ અંગે જાલંધરના ડીસીપી મનપ્રીત સિંહે જણાવ્યું હતું કે ફોરેન્સિક ટીમ તપાસ કરશે અને રિપોર્ટ રજૂ કરશે.
ADVERTISEMENT
#WATCH | Punjab | A blast happened outside the residence of BJP Leader Manoranjan Kalia in Jalandhar. A police team is present at the spot. Investigation is underway. pic.twitter.com/xj7zwMH5la
— ANI (@ANI) April 8, 2025
ભાજપના નેતા મનોરંજન કાલિયાએ જણાવ્યું હતું કે " વિસ્ફોટ રાત્રે 1 વાગ્યાની આસપાસ થયો હતો. હું સૂઈ રહ્યો હતો. મને લાગ્યું કે તે વાદળોની ગર્જના હશે. પછી મને કહેવામાં આવ્યું કે વિસ્ફોટ થયો છે. આ પછી મેં મારા ગનમેનને પોલીસ સ્ટેશન મોકલ્યો. સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિકની ટીમ પણ અંહિયા પહોંચી હતી."
ADVERTISEMENT
ભાજપના નેતાના ઘર પર હુમલો
સોમવારે મોડી રાત્રે પંજાબ સરકારમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રહેલા ભાજપ નેતા મનોરંજન કાલિયાના જલંધર સ્થિત ઘર પર વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા હતા. તેમના ઘર પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હોવાની શંકા છે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ ગ્રેનેડ હુમલો હતો કે તેના ઘર પર કોઈ અન્ય વિસ્ફોટક ફેંકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
#WATCH | Punjab | BJP leader Manoranjan Kalia says, "There was a blast at around 1 am...I was sleeping, and I thought that it was the sound of thunder...Later I was informed that a blast had taken place...after this, I sent my gunman to the police station...CCTV is being… https://t.co/p3czOW2p3u pic.twitter.com/GMrNLvbaSD
— ANI (@ANI) April 8, 2025
જોરદાર વિસ્ફોટથી ઘરની બારીઓ તૂટી ગઈ
ADVERTISEMENT
સોમવારે રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ ત્રણથી ચાર યુવાનો ઈ-રિક્ષામાં આવ્યા અને મનોરંજન કાલિયાના ઘર પર વિસ્ફોટક ફેંકીને ભાગી ગયા. વિસ્ફોટક ઘરની અંદર તેમની કાર પાસે પડ્યો. જોરદાર વિસ્ફોટને કારણે માત્ર કાર જ નહીં પરંતુ ઘરની બારીઓના કાચ પણ તૂટી ગયા. એટલું જ નહીં જમીન પર ખાડો પણ બની ગયો છે. ઘટના સમયે મનરંજન કાલિયા ઘરે સૂતા હતા. હાલમાં આ ઘટનામાં મનોરંજન કાલિયા અને તેમનો આખો પરિવાર સુરક્ષિત છે.
આ પણ વાંચો: મધરાત્રે દારૂના નશામાં કારચાલકે 6 લોકોને કચડી નાખ્યા, 2 લોકોના તો ઘટનાસ્થળે જ મોત
ADVERTISEMENT
ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે
જાલંધર પોલીસ કમિશનર ધનપ્રીત કૌરે જણાવ્યું કે રાત્રે લગભગ 1 વાગ્યે અમને અહીં વિસ્ફોટની માહિતી મળી ત્યારબાદ અમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. ફોરેન્સિક ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. અમે સીસીટીવી પર પણ નજર રાખી રહ્યા છીએ. ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે કે આ ગ્રેનેડ હુમલો છે કે બીજું કંઈક.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.