બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વધુ એક હિટ એન્ડ રન, બેકાબૂ કારે 6થી વધારે લોકોને કચડ્યા, 2ના કમકમાટીભર્યા મોત

નેશનલ / વધુ એક હિટ એન્ડ રન, બેકાબૂ કારે 6થી વધારે લોકોને કચડ્યા, 2ના કમકમાટીભર્યા મોત

Last Updated: 11:20 AM, 8 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Accident : દારૂના નશામાં મસ્ત બની પહેલા કાર ચાલકે અનેક બાઇકોને ટક્કર મારી હતી અને પછી 6 લોકોને કચડી નાખ્યા, કારમાંથી નીચે ઉતરીને ભાગવા લાગ્યો તો લોકોને દબોચી લીધો

Rajasthan Accident : રાજસ્થાનથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કારે છ લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતની તપાસ શરૂ કરી હતી. અકસ્માત સમયે કાર ચાલક નશામાં હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેનું વાહન જપ્ત કર્યું.

પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને ગંગૌરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી ચાર લોકોને SMS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સોમવારે મોડી રાત્રે નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. માહિતી મળતા જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત પહેલા કાર ચાલકે અનેક બાઇકોને પણ ટક્કર મારી હતી અને આ અકસ્માત પછી તે કારમાંથી નીચે ઉતરીને ભાગવા લાગ્યો હતો.

તો શું દારૂ પીને ગાડી ચલાવવાને કારણે અકસ્માત ?

જોકે સ્થળ પર હાજર લોકોએ આરોપી કાર ચાલકને પકડી લીધો. ઘટનાસ્થળે પહોંચેલા ASI હંસરાજે જણાવ્યું હતું કે, આ અકસ્માત વધુ પડતી ઝડપ અને નશામાં વાહન ચલાવવાને કારણે થયો હતો. તેમણે કહ્યું કે, અકસ્માતમાં માર્યા ગયેલા બંને લોકોના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર SMS હોસ્પિટલમાં ચાલી રહી છે. એડિશનલ DCP નોર્થ બજરંગ સિંહ શેખાવતના જણાવ્યા અનુસાર નશામાં ધૂત વાહનચાલકે નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં MI રોડ પર અનેક વાહનોને ટક્કર માર્યા બાદ આ અકસ્માત સર્જ્યો હતો.

વધુ વાંચો : નકલી ડોક્ટરે ધડાધડ ઓપરેશન કર્યા, 7 લોકોનાં મોતથી ચકચાર

આરોપી કાર ચાલકે લંગરમાં બાલાજી વળાંક પાસે આ અકસ્માત કર્યો છે. આ અકસ્માતમાં આરોપીઓએ ફૂટપાથ પર ચાલતા 6 લોકોને કચડી નાખ્યા. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ આરોપી કાર ચાલક કારમાંથી બહાર નીકળી ગયો અને ભાગવા લાગ્યો. જોકે સ્થળ પર હાજર લોકોએ દોડીને તેને પકડી લીધો હતો. દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપીને કસ્ટડીમાં લઈ લીધો અને તેની કાર જપ્ત કરી. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

car accident car accident,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ