બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:48 PM, 7 April 2025
મધ્યપ્રદેશના દામોહ ખાતે મિશન હોસ્પિટલમાં પોતાને બ્રિટિશ ડોક્ટર એન.જોન કહેનારો વ્યક્તિ પોલીસની ઝપટે ચડી ગયો છે. પોલીસે તેને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ઝડપી લીધો છે. આરોપ છે કે, આ નકલી ડોક્ટરે મિશન હોસ્પિટલમાં અનેક લોકોના હૃદયના ઓપરેશન કર્યા હતા. જેમાં 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. નકલી ડોક્ટરનું અસલી નામ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ છે.
ADVERTISEMENT
મધ્યપ્રદેશમાં અનેકના ઓપરેશન કર્યા 7ના મોત
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ સોમવારે સ્વાસ્થય વિભાગને કથિત નકલી ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ તરફ આ મામલે છત્તીસગઢમાં પણ તાર જોડાઇ રહ્યા છે. નકલી ડોક્ટરને લઇને મધ્ય પ્રદેશમાં હોબાળો મચેલો છે. આ વ્યક્તિએ 2006 માં છત્તીસગઢના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર શુક્લાની સર્જરી કરી હતી. ત્યાર બાદ તેમનું પણ મોત થઇ ગયું હતું.
ADVERTISEMENT
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષનું પણ કર્યું હતું ઓપરેશન
છત્તીસગઢના બિલાસપુરની એક ખાનગી હોસ્પિટલનો મામલો છે. જ્યાં નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ નોકરી કરતો હતો. છત્તીસગઢ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ શુક્લના પુત્રએ આરોપ લગાવ્યો કે, 2006 માં નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ ઉર્ફે જોન કેમે તેના પિતાજીનું પણ ઓપરેશન કર્યું હતું. જો કે અચાનક તેની તબિયત લથવડા લાગી હતી. તેને વેન્ટિલેટર પર લેવામાં આવ્યા. 18 દિવસ સુધી વેન્ટિલેટરપર તેમને રાખવામાં આવ્યા. ત્યાર બાદ સેમી આઇસીયુંમાં લાવવામાં આવ્યો. ત્યાં જ તેમનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આ માલમલે છત્તીસગઢ પોલીસ પણ સક્રિય થયું હતું.
ADVERTISEMENT
નકલી સર્ટિફિકેટ બતાવતો હતો
પોલીસના અનુસાર આંધ્રપ્રદેશ મેડિકલ કાઉન્સિલની અધિકારીક વેબસાઇટ પર રજિસ્ટ્રેશનમાં ડો.કૈમનું નામ નહી દેખાયા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, ડોક્ટરની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ મોહન યાદવે જણાવ્યું કે, અમારી સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છે.
ADVERTISEMENT
ભાજપ સરકારમાં નકલી રાજ
મે સ્વાસ્થય વિભાગને અન્ય સ્થળો પર પણ આવી ગતિવિધ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ અપાયો છે. વિપક્ષે દાવો કર્યો કે, નકલી ડોક્ટર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. ત્યાર બાદ મુખ્યમંત્રીનું આ નિવેદન આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.