ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'તો ફરીથી શરૂ થશે ઓપરેશન સિંદૂર...', જાણો કેમ રાજનાથ સિંહે આપ્યું ચોંકાવનારું નિવેદન

નેશનલ / 'તો ફરીથી શરૂ થશે ઓપરેશન સિંદૂર...', જાણો કેમ રાજનાથ સિંહે આપ્યું ચોંકાવનારું નિવેદન

Published By: Shilpa Parmar

Last Updated: 05:07 PM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષામંત્રી રાજનાથ સિંહએ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરને લઈને ચેતવણી આપી છે. રાજનાથ સિંહએ ટ્રમ્પના કરેલ દાવાઓની પોલ ખોલતા ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જાણો શું કહ્યું રાજનાથ સિંહએ ?

ADVERTISEMENT

રક્ષાપ્રધાન રાજનાથ સિંહે બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઓપરેશન સિંદૂર સમયે કરેલા તેમના એ દાવાઓને ફગાવી દીધા છે કે , “ઓપરેશન સિંદૂર” બાદ ભારત-પાકિસ્તાન સંઘર્ષને અટકાવવા માટે તેમણે વચ્ચે પડ્યા હતાં.

રાજનાથ સિંહે સ્પષ્ટ કહ્યું કે,

"આતંકવાદીઓ સામેની કાર્યવાહી કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાના કારણે રોકાઈ ન હતી."

હૈદરાબાદ મુકિત દિવસના સમારંભમાં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે,

જો ભવિષ્યમાં કોઈ આતંકી હુમલો થશે તો “ઓપરેશન સિંદૂર” ફરી શરૂ થશે.

તેમણે આગળ જણાવ્યું કે,

"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ દ્વિપક્ષીય મુદ્દો છે અને કોઈ ત્રીજો પક્ષ તેમાં દખલ નહીં કરી શકે."

તેમણે કહ્યું,

“કેટલાંક લોકો પૂછે છે કે શું ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વિરામ કોઈ ત્રીજી વ્યક્તિના કારણે થયો હતો? હું આ સ્પષ્ટ કરી દઉં છું કે આતંકવાદીઓ સામેનું અભિયાન કોઈના વચ્ચે પડવાથી અટક્યું ન હતું.”

રાજનાથ સિંહે આગળ કહ્યું કે,

“કેટલાંક લોકો ભારત-પાકિસ્તાનના સંઘર્ષને અટકાવવાનો દાવો કરે છે. કોઈએ એવું કર્યું નથી. હું ફરી સ્પષ્ટ કરું છું કે પાકિસ્તાનના ઉપપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઈશાક ડારે પણ સાફ કહ્યું હતું કે ભારતે આ મામલામાં ત્રીજા પક્ષની ભૂમિકા નકારી કાઢી હતી.”

શું કહ્યું ઈશાક ડારે?

એક ઇન્ટરવ્યૂમાં ડારને જ્યારે ત્રીજા પક્ષની મધ્યસ્થતાને લઈને પૂછવામાં આવ્યુ, ત્યારે તેમણે કહ્યું,

“અમને કોઈ મુશ્કેલી નથી, પરંતુ ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે આ દ્વિપક્ષીય મુદ્દો છે. અમને પણ દ્વિપક્ષીયમાં કોઈ સમસ્યા નથી, પરંતુ ચર્ચા વ્યાપક હોવી જોઈએ. તેમાં આતંકવાદ, વેપાર, અર્થવ્યવસ્થા, જમ્મુ-કાશ્મીર આ બધા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ.”

તેમણે આગળ કહ્યું,

“જ્યારે 10 મેના રોજ સેક્રેટરી રૂબિયોની તરફથી સીઝફાયરનો પ્રસ્તાવ મારા પાસે આવ્યો, ત્યારે મને જણાવાયું હતું કે જલ્દી જ ભારત અને તમારા વચ્ચે સ્વતંત્ર મંચ પર ચર્ચા થશે. જ્યારે અમે 25 જુલાઈના રોજ હું અને સેક્રેટરી રૂબિયો વોશિંગ્ટનમાં મળ્યા ત્યારે મેં પૂછ્યું કે ચર્ચાનું શું થયું? તેના પર તેમણે કહ્યું કે ભારતનું કહેવું છે કે આ દ્વિપક્ષીય મુદ્દો છે.”

ડારે વધુમાં જણાવ્યું કે,

“અમે કહ્યું ઠીક છે. અમે કોઈ વસ્તુ માટે ભીખ નથી માંગી રહ્યા. જો કોઈ દેશ ચર્ચા કરવા માંગે છે તો અમને આનંદ છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ. અમે શાંતિપ્રેમી દેશ છીએ. અમારું માનવું છે કે ચર્ચા જ આગળ વધવાનો રસ્તો છે, પરંતુ તાળી એક હાથથી નથી વાગતી. એટલે ભારત ચર્ચા કરવા માંગતું નથી ત્યાં સુધી અમે જબરદસ્તી ચર્ચા કરી શકતા નથી. અમે ચર્ચા લાદવા માગતા નથી.”

વધુ વાંચો : 'પરમાણુ ધમકીથી નથી ડરતું નવું ભારત', 75માં જન્મદિવસે જ PM મોદીની સિંહગર્જના

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું છે કે ભારત-પાકિસ્તાન મુદ્દો માત્ર દ્વિપક્ષીય છે અને કોઈ ત્રીજા પક્ષની દખલગીરી સ્વીકાર્ય નથી. જો ભવિષ્યમાં આતંકી હુમલો થશે તો “ઓપરેશન સિંદૂર” ફરી શરૂ કરવામાં આવશે, જ્યારે પાકિસ્તાન પણ વ્યાપક ચર્ચા માટે તૈયાર હોવાનો દાવો કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operation Sindoor India Pakistan Rajnath Singh warning Pakistan Rajnath Singh on Donald Trump claim

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ