બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:51 PM, 17 September 2025
PM Modi Birthday : PM મોદીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અને ‘આઠમા રાષ્ટ્રીય પોષણ માસ’ અભિયાનનો ભવ્ય પ્રારંભ કર્યો. 75મા જન્મદિવસે સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વના વિચારો રજૂ કરતાં તેમણે અનેક નિર્ણાયક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. આ સાથે આજે તેમના જન્મ દિવસે PM મોદીએ મધ્યપ્રદેશથી એક મોટું નિવેદન આપતા કહ્યું કે, નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે.
ADVERTISEMENT
નારીશક્તિને સમર્પિત અભિયાન
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, "સ્વસ્થ નારી સશક્ત પરિવાર" આ અભિયાન દેશની માતાઓ અને બહેનો માટે સમર્પિત છે. એકપણ મહિલા કે જે જાણકારી કે સંસાધનના અભાવે સારવારથી વંચિત રહેતી હોય તે સ્વીકાર્ય નથી. આ અભિયાન આરોગ્ય, પોષણ અને જાગૃત્તિ દ્વારા નારીને સ્વસ્થ અને સશક્ત બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે.
ADVERTISEMENT
#WATCH | Dhar, Madhya Pradesh | Addressing a public rally, PM Modi says, "Abhi kal hi desh aur duniya ne dekha hai fir ek Pakistani aatanki ne ro ro kar apna haal bataya hai. Ye naya Bharat hai. Ye kisi ki parmanu dhamki se darta nahi hai... Ghar mein ghus ke maarta hai..."
— ANI (@ANI) September 17, 2025
"The… pic.twitter.com/ZP1oPOi9Nx
આતંકવાદ સામે નવું ભારત
ADVERTISEMENT
જનસભામાં વડાપ્રધાને ભારતના સુરક્ષા પરાક્રમ અંગે વાત કરતાં કહ્યું, નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. તેમણે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જે આતંકવાદીઓએ ભારતની બહેનોના સિંદૂર ઉજાળ્યા તેમના ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા છે. આપણા જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. આ સાથે જ તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે, નવું ભારત શાંતિમાં વિશ્વાસ રાખે છે, પણ દેશની સુરક્ષા માટે પ્રતિપળ તત્પર છે.
#WATCH | Dhar, Madhya Pradesh | Addressing a public rally, PM Modi says, "... There are four pillars of the Viksit Bharat journey; women, youth, poor and farmers. Today, schemes related to all four of these have been dedicated to the nation... Our Nari Shakti is the base of the… pic.twitter.com/CSJKcxI2SE
— ANI (@ANI) September 17, 2025
ADVERTISEMENT
મા ભારતીની રક્ષાએ સર્વોચ્ચ પ્રાથમિકતા
વડાપ્રધાને મહર્ષિ દધિચિના ત્યાગનું સ્મરણ કરતાં જણાવ્યું કે, આજનું ભારત તેમના જેવા યોગદાનોમાંથી પ્રેરણા લે છે અને મા ભારતીની રક્ષા દરેક નાગરિકની પ્રથમ જવાબદારી માનશે. તેમણે કહ્યું કે, ભારતીય જવાનોએ પળવારમાં દુશ્મનને ઘૂંટણિયે પાડી દીધા.
ADVERTISEMENT

આ પણ વાંચો : VIDEO : અંબાણીથી લઈ શાહરૂખ સુધી, PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા
ADVERTISEMENT
ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ
ધાર ખાતે વડાપ્રધાને ભારતના સૌથી મોટા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો. તેમણે કહ્યું કે, આ અભૂતપૂર્વ પહેલથી ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળશે અને યુવાનો માટે હજારો રોજગારના દરવાજા ખુલશે. આ સાથે તેમણે કહ્યું કે, વિશ્વકર્મા જયંતિએ શરૂ થયેલ આ યાત્રા ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી ઊર્જા લાવશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ને નવો વેગ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.