બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મોદી સરકારની જબરદસ્ત સ્કીમ, માત્ર 20 રૂપિયામાં 2,00,000 રૂપિયાનો વીમો

PMSBY / મોદી સરકારની જબરદસ્ત સ્કીમ, માત્ર 20 રૂપિયામાં 2,00,000 રૂપિયાનો વીમો

Pravin Joshi

Last Updated: 07:14 PM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર 20 રૂપિયાનાં વાર્ષિક પ્રીમિયમ સામે PMSBY યોજના 2 લાખ રૂપિયાનું અકસ્માત બીમા કવર આપે છે. તેમજ PMJJBY યોજના હેઠળ 436 રૂપિયાના પ્રીમિયમ પાછળ 2 લાખ રૂપિયાનું મૃત્યું કવર મળે છે.

ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓમાં સામાન્ય જનતા માટે શરૂ કરવામાં આવેલી ‘પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY)’ ફરી એક વાર ચર્ચામાં આવી છે. માત્ર 20 રૂપિયા વર્ષના પ્રીમિયમ સામે 2 લાખ રૂપિયાનું બીમા કવર આપતી આ યોજના ગરીબ અને નિમ્નવર્ગ માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે. આ યોજના મુખ્યત્વે અકસ્માતના કારણે મૃત્યુ કે સ્થાયી વિકલાંગતા જેવી પરિસ્થિતિમાં આર્થિક સૂરક્ષા પૂરી પાડવા માટે રચવામાં આવી છે.

insurance-policy

આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન લોન્ચ કરી હતી. PMSBY હેઠળ 18થી 70 વર્ષની વય જૂથના તમામ નાગરિકોને 2 લાખ રૂપિયાનો અકસ્માત કવર મળે છે. ખાસ વાત એ છે કે આ યોજનાનો પ્રીમિયમ દર મહિને 2 રૂપિયા કરતાં પણ ઓછું અને વર્ષનું માત્ર 20 રૂપિયા જેટલું છે. આવી ઓછી કિંમતમાં ભરાયેલા પ્રીમિયમથી મોટી સુરક્ષા મળવી સામાન્ય લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.

HEALTH-INSURANCE

આ યોજનાનો વાર્ષિક કવર દર વર્ષે 1 જૂનથી 31 મે સુધી માન્ય રહે છે. આ માટે બૅંક અથવા પોસ્ટ ઓફિસના ખાતાદારના ખાતામાંથી ‘ઓટો-ડેબિટ’ દ્વારા પ્રીમિયમ કપાઈ જાય છે. જો કોઈ વ્યક્તિના નામે એક કરતાં વધુ બૅંક અથવા પોસ્ટ ઑફિસ ખાતાં હોય, તો તે માત્ર એક જ ખાતામાંથી PMSBY માટે લાગુ પાડવામાં આવશે. એટલે કે, એક વ્યક્તિ માત્ર એક જ પોલિસી લાવી શકે ડબલ કે મલ્ટિપલ લાભ નહીં.

POST-OFFICE

આ યોજનાની સાથે જ સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના (PMJJBY)’ પણ અમલમાં છે. આ યોજના હેઠળ વર્ષના 436 રૂપિયા પ્રીમિયમ સામે 2 લાખ રૂપિયાનો બીમા કવર મળે છે. આ યોજના મોતની કોઈ પણ પરિસ્થિતિમાં નૉમિનીને 2 લાખ રૂપિયા ચૂકવે છે. PMJJBYમાં 18થી 50 વર્ષની વય વચ્ચેનો દરેક ખાતાધારક સમાવિષ્ટ થઈ શકે છે, જો તે સંબંધિત બૅંક અથવા પોસ્ટ ઓફિસમાં ‘ઓટો ડેબિટ’ માટે સંમતિ આપે.

PMJJBY અને PMSBY બન્ને યોજનાઓનો હેતુ સામાન્ય લોકોને બીમાના માધ્યમથી આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. ખાસ કરીને આર્થિક રીતે પછાત અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે આ બંને યોજનાઓ જીવનમાં મહત્ત્વપૂર્ણ ઢાલ સમાન છે. અકસ્માત કે અચાનક મૃત્યુના સંજોગોમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે સરકારની આ પહેલ ઘણી લોકપ્રિય બની રહી છે.

આ પણ વાંચો: સરકારી કંપનીમાં નોકરીની સોનેરી તક, ધોરણ 10 પાસ ઉમેદવારો ફટાફટ કરો એપ્લાય

બીજી તરફ, આ યોજનાઓ અંગે જાગૃતિ વધે તે જરૂરી છે. ઘણી વખત નાગરિકોને ખબર નથી પડતી કે તેઓ માત્ર એક આધારિત ખોલેલા બચત ખાતાના આધારે જ આવી સુરક્ષા મેળવી શકે છે. જો આ અંગે જાણકારી વિસ્તરે તો વધુ લોકો આ લાભનો ઉપયોગ કરી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GovernmentYojana PMSBY InsuranceScheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ