બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:13 PM, 8 August 2025
મંત્રાલયએ પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક ડ્રાઇવ રિવોલ્યુશન યોજનાને હજુ આવનારા 2 વર્ષ માટે એક્સટેન્ડ કર્યું છે. જેથી છેલ્લી તારીખ 31 માર્ચ, 2028 થઈ ગઈ છે. વાહન સબસિડી ઉપરાંત,આ યોજના ભારે ઉદ્યોગ મંત્રાલય હેઠળ ફોર વ્હીલ વાહનો માટે 22,000 EV પબ્લિક ચાર્જર અને ઇલેક્ટ્રિક બસો માટે 1,800 ચાર્જર સ્થાપિત કરવા તેમજ વાહન પરીક્ષણ માળખાને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ADVERTISEMENT

ભારત સરકારે તેની પીએમ ઈ-ડ્રાઈવ યોજનાની સમયમર્યાદા વધુ લંબાવી છે, જે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને વધુ સરળ બનાવવા માટે ચલાવવામાં આવી રહી છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે પ્રધાનમંત્રી ઇલેક્ટ્રિક ડ્રાઇવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એન્હાન્સમેન્ટ (પીએમ ઈ-ડ્રાઈવ) યોજનાને આગામી 2 વર્ષ માટે લંબાવી છે. જેના કારણે નવી સમયમર્યાદા 31 માર્ચ, 2028 થઈ ગઈ છે.
ADVERTISEMENT
સરકારે 1 ઓકટોબર, 2024 ના રોજ પીએમ ઈ-ડ્રાઈવ યોજના શરૂ કરી હતી. 10,900 કરોડ રૂપિયાની આ યોજના માર્ચ 2026 માં સમાપ્ત થવાની હતી. હવે તેને 2028 સુધી લંબાવવામાં આવી છે, જેનો સીધો ફાયદો ઇલેક્ટ્રિક વાહન ખરીદદારોને થશે.
તમને જણાવી દઈએ કે પીએમ ઈ-ડ્રાઈવ યોજના સામાન્ય ગ્રાહકોને વાહનોની ખરીદીને સરળ બનાવવા માટે સબસિડીની સુવિધા જ પૂરી પાડતી નથી. પરંતુ તે જાહેર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરીક્ષણ સુવિધા અને ઇલેક્ટ્રિક વાહન ટેકનોલોજીના સ્થાનિકીકરણને પણ સપોર્ટ કરે છે.
ADVERTISEMENT

7 ઓગસ્ટના રોજ જારી કરાયેલા મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા, ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના અને સ્થાનિક EV ઉત્પાદનના વિકાસને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024 (EMPS-2024), જે એપ્રિલથી સપ્ટેમ્બર 2024 સુધી અમલમાં હતી, તેને પણ PM ઈ-ડ્રાઇવમાં મર્જ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ યોજનાનો ઉદ્દેશ્ય 40 લાખથી વધુ વસ્તી ધરાવતા 9 મુખ્ય ભારતીય શહેરોમાં લગભગ 24.8 લાખ ઇલેકિટ્રક ટુ-વ્હીલર, 3.2 લાખ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 14,000 થી વધુ ઇલેકિટ્રક બસોને સબસિડી આપવાનો છે. વધુમાં, ઇલેક્ટ્રિક ટ્રક અને એમ્બ્યુલન્સ માટે અનુક્રમે રૂ. 500 કરોડ સુધીની સહાય પૂરી પાડવામાં આવી છે.
જોકે, આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે આપવામાં આવતી સબસિડી 31 માર્ચ, 2026 ના રોજ સમાપ્ત થઈ રહી છે. તે જ સમયે, ઇલેકિટ્રક બસો, ટ્રકો અને એમ્બ્યુલન્સ માટે સબસિડી માર્ચ 2028 સુધી ચાલુ રહેશે. આ યોજના મર્યાદિત ફંડ સાથે આવે છે અને જો ફાળવણી નિર્ધારિત સમય પહેલાં સમાપ્ત થાય છે, તો પેટા-ઘટકોને વહેલા બંધ કરવામાં આવશે. એટલે કે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ડ્રાઇવરો માટે સબસિડીનો લાભ ફક્ત માર્ચ 2026 સુધી જ ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ખરીદદારો માટે શું ફાયદા થશે?
ADVERTISEMENT
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ખરીદનારાઓ નાણાકીય વર્ષ 2025 માં પ્રતિ કિલોવોટ કલાક (kWH) રૂ. 5,000 અને નાણાકીય વર્ષ 2026 માં પ્રતિ કિલોવોટ કલાક રૂ. 2,500 ની સબસિડી મેળવી શકે છે.
વધુમાં વાંચો: દોડતી બસ પર ઝાડ પડતાં 5 લોકોના મોત, મહિલા બોલી, 'અહીં જિંદગીનો સવાલ વીડિયોની પડી છે'
સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારા વાહનની બેટરી 1KWH ની છે, તો તમે આ વર્ષે રૂ. 5,000 અને આવતા વર્ષે રૂ. 2,500 સુધીની સબસિડી મેળવી શકો છો. જો કે, તેની મહત્તમ મર્યાદા વાહનની એક્સ-શોરૂમ કિંમતના 15 ટકા સુધી મર્યાદિત છે. વાહન સબસિડી ઉપરાંત, આ યોજના ભારે ઉદ્યોગ મંત્રાલય હેઠળ ચાર પૈડાવાળા વાહનો માટે 22,000 EV પબ્લિક ચાર્જર અને ઇલેક્ટ્રિક બસો માટે 1,800 ચાર્જર સ્થાપિત કરવા તેમજ વાહન પરીક્ષણ માળખાને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.