બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:51 PM, 8 August 2025
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. બારાબંકી-હૈદરગઢ રોડ પર હરખ રાજા બજાર નજીક મુસાફરોથી ભરેલી રોડવેઝ બસ પર અચાનક મોટું ઝાડ પડી ગયું. આ દુર્ઘટનામાં 4 મહિલાઓ સહિત 5 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ કેટલાક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર ઘાયલોમાંથી બે લોકોની હાલત ગંભીર છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
अत्यंत दुखद घटना,,
— Tarun Kumar Singh (@TarunKu85160931) August 8, 2025
बाराबंकी के हरख में राजा बाज़ार के पास बस पर पेड़ गिरने से बडा हादसा... दुर्भाग्यपूर्ण घटना से मृत्यु एवं घायल होने की हृदयविदारक सूचना से मन अत्यंत दुःखी है। सभी पीड़ित परिजनों के प्रति में मेरी गहरी संवेदनाएं है। चालक एवं दो यात्री की मृत्यु की खबर है | pic.twitter.com/Pdqv1SEQQL
કુદરતી રીતે ઝાડ પડતા બસમાં ભારે અફરાતફરી મચી હતી અને મુસાફરો ગભરાઈને બારીમાંથી બહાર કૂદવા લાગ્યા હતા. ઘટનના કારણે સ્થળ પર રસ્તો બંધ થઈ ગયો અને ટ્રાફિક જામની થયો હતો. પોલીસ અને સરકાર દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદને કારણે ઝાડ કાપીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
ADVERTISEMENT
बाराबंकी में रोडवेज बस पर पेड़ गिरने से चालक समेत दो लोगों की दुःखद मृत्यु की खबर है।
— Satendra Sharma (@SatendraLive) August 8, 2025
घटना जैदपुर के हरख के पास की है। @Barabankipolice pic.twitter.com/VjZnJfu42s
ADVERTISEMENT
આ દરમિયાન એક ઘટના ચર્ચાનો વિષય બની ગઈ. બસમાં ફસાયેલી એક મહિલા મુસાફરનો વીડિયો કેટલીક વ્યક્તિઓ બનાવતી હતી. આ જોઈ મહિલાએ ગુસ્સાથી કહ્યું કે “અહીં જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે અને તમે વીડિયો બનાવી રહ્યા છો. જો મદદ કરતા તો અમે બહાર આવી ગયા હોત.” આ વાત પછી ભીડે વીડિયો બનાવી રહેલા યુવકને ત્યાંથી દૂર હટાવી દીધો.

ADVERTISEMENT
આ પણ વાંચો : 80 વર્ષના વૃદ્ધ બન્યાં ડિજિટલ અરેસ્ટનો શિકાર, 4 મહિલાઓએ પડાવ્યાં 9 કરોડ
અધિકારીઓ મુજબ, બસ બારાબંકીથી હૈદરગઢ જઈ રહી હતી. મૃતકોમાં બસના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, એક મહિલા શિક્ષિકાનું પણ મોત થયું છે, જે રજા પર હોવા છતાં બીઓના આદેશથી શાળાએ જઈ રહી હતી. બારાબંકીના CMOએ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે અને તમને જણાવી દઈએ કે તમામ ઘાયલ લોકોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં સ્થળ પરથી ઝાડ હટાવી ટ્રાફિક સામાન્ય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.