ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 80 વર્ષના વૃદ્ધ બન્યાં ડિજિટલ અરેસ્ટનો શિકાર, 4 મહિલાઓએ પડાવ્યાં 9 કરોડ

છેતરપીંડી / 80 વર્ષના વૃદ્ધ બન્યાં ડિજિટલ અરેસ્ટનો શિકાર, 4 મહિલાઓએ પડાવ્યાં 9 કરોડ

Published By: Vidhata Gothi

Last Updated: 11:55 AM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Digital Fraud: આજકાલ દેશમાં ડિજિટલ ફ્રોડના કેસ વધી રહ્યા છે, ત્યારે હવે એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક વડીલ સાથે 2 વર્ષ સુધી 4 મહિલાઓએ છેતરપીંડી કરી, જેમાં આ વડીલે 9 કરોડ રૂપિયા ગુમાવી દીધા.

ADVERTISEMENT

Digital Fraud: એક 80 વર્ષીય વડીલ સાથે 4 મહિલાઓએ 9 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આને દેશનો સૌથી મોટો ડિજિટલ ફ્રોડ માનવામાં આવે છે. આ કેસમાં પોતાની સાથે છેતરપિંડી થયાની વાત સામે આવ્યા પછીથી વડીલની તબિયત કહ્રાબ છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલો એવો છે કે 80 વર્ષીય વડીલની એપ્રિલ 2023માં ફેબૂક પર શારવી નામની એક મહિલા સાથે મિત્રતા થઈ હતી. વડીલની તેની સાથે ચેટ પર સતત વાતો થવા લઈ અને પછી વોટ્સએપ નંબર શેર થયો તો વાતચીત વધુ આગળ વધી ગઈ. શારવીએ કહ્યું હતું કે તે પોતાના પતિથી અલગ થઈ ગઈ છે અને પોતાના બાળકો સાથે રહે છે. આ પછી તે બાળકોની બીમારીના નામે ઘણીવાર પૈસા માંગતી હતી. વડીલ સતત એને માંગેલા પૈસા આપતા પણ રહ્યા.

fraud

આ સિલસિલો ચાલી જ રહ્યો હતો કે દરમિયાન કવિતા નામની એક મહિલાએ વડીલને વોટ્સએપ પર કોન્ટેક્ટ કર્યો. તે મહિલાએ શારવી સાથે મિત્રતા હોવાની ઉલ્લેખ કર્યો અને વડીલને કહ્યું કે હું તમારી મિત્ર બનવા માંગુ છું. આટલું જ નહીં કવિતા વડીલને ઉશ્કેરણીજનક મેસેજ પણ મોકલવા લાગી. તેને પણ વડીલ પાસેથી બાળકોની બીમારીના નામ પર પૈસા માંગ્યા. વાત અહીં નથી અટકતી. ડિસેમ્બર 2023માં તેમને ઇન્ટરનેશનલ નંબરથી પણ મેસેજ આવ્યા. મહિલાએ પોતાનું નામ દિનાજ જણાવ્યું અને તેમને કહ્યું કે તે શારવીની બહેન છે. તેને કહ્યું કે શારવીનું મૃત્યુ થઈ ગયું છે. તેને કહ્યું કે હોસ્પીટલમાં તેની સારવારનું બીલ ભરવાનું છે.

vtv app promotion

વડીલે જયારે પૈસા માંગ્યા તો કહ્યું - જીવ આપી દઈશ, તમે ફસાઈ જશો

એ મહિલાએ શારવી અને વડીલ વચ્ચેની વાતચીતના વોટ્સએપ સ્ક્રિનશોટ પણ શેર કર્યા. તેને પણ વડીલ પાસેથી પૈસા લીધા અને કહ્યું કે પાછા આપી દઈશ. જો કે જયારે વડીલે પૈસા પાછા માંગ્યા તો તેણે કહ્યું કે મારી પાસે કશું જ નથી અને વધારે પરેશાન કરી તો જીવ આપી દઈશ. આ દરમિયાન જાસ્મીન નામની એક મહિલા પણ વડીલ સાથે જોડાય છે. તેને પણ વડીલ પાસેથી પૈસા માંગ્યા અને વડીલે એને પૈસા આપ્યા. જો કે આ 4 મહિલાઓનું બ્લેકમેઇલ એટલું વધારે હતું કે 8 કરોડ 70 લાખ રૂપિયા આપ્યા પછી પણ તેમની હવસ પૂરી ન થઈ. છેલ્લે વડીલે પોતાની વહુ પાસેથી 2 લાખ રૂપિયા લઈને તેમને આપ્યા.

આ પણ વાંચો: 'જે સલમાન સાથે કામ કરશે તે મરશે' લોરેન્સ ગેંગે કોમેડિયન કપિલ શર્માને આપી મોતની ધમકી

વડીલે જયારે દીકરા પાસેથી 5 લાખ માંગ્યા ત્યારે થયો ખુલાસો

ફરી એક દિવસ દીકરા પાસેથી 5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી જેથી તેમને આપી શકે. પરંતુ દીકરાએ કડક શબ્દોમાં પૂછ્યું કે આખરે તમને આટલા રૂપિયાની જરૂર શા માટે છે અને આ રકમ ક્યાં જઈ રહી છે. આના પર વડીલે પોતાની આપવીતી જણાવી, ત્યારે દીકરાએ કહ્યું કે તેમારી સાથે છેતરપીંડી થઈ રહી છે. એપ્રિલ 2023થી જાન્યુઆરી 2025 સુધી લગભગ બે વર્ષ સુધી આવું ચાલ્યું. કુલ 734 ટ્રાન્ઝેક્શનમાં વડીલે આટલી મોટી રકમ આપી દીધી. પોતાની સાથે છેતરપીંડી થવાની જાણ થતા જ વડીલ બીમાર થઈ ગયા અને ડોક્ટરનું કહેવું છે કે તેઓ ડિમેન્શિયાના શિકાર થઈ ગયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

digital fraud case digital arrest news Digital Fraud

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ