બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સવાર-સવારમાં બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, ફટાફટ ચેક કરી લો આજના લેટેસ્ટ રેટ

બિઝનેસ / સવાર-સવારમાં બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, ફટાફટ ચેક કરી લો આજના લેટેસ્ટ રેટ

Last Updated: 09:36 AM, 23 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

23 એપ્રિલ 2025ના રોજ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. છેલ્લા સુધારાનું અપડેટ માર્ચ 2024માં આવ્યું હતું, જેમાં ભાવમાં રૂ. 2 પ્રતિ લિટર ઘટાડો થયો હતો.

આજના દિવસે એટલે કે 23 એપ્રિલ 2025ના રોજ ભારતની મુખ્ય સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા, પરંતુ ખાસ નોંધપાત્ર વાત એ છે કે ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. છેલ્લે માર્ચ 2024માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રતિ લિટર રૂ. 2 નો ઘટાડો કરવામાં આવ્યો હતો. દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે અપડેટ થાય છે.

petrol-diseal-2

આ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આજના ભાવ મુજબ મુંબઈમાં પેટ્રોલનો ભાવ ₹103.50 અને ડીઝલનો ભાવ ₹90.03 છે. દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67, ચેન્નઈમાં પેટ્રોલ ₹101.03 અને ડીઝલ ₹92.61 છે. કોલકાતામાં પેટ્રોલ ₹105.01 અને ડીઝલ ₹91.82 છે, જ્યારે બેંગલુરુમાં પેટ્રોલ ₹102.86 અને ડીઝલ ₹88.94 છે. પટણામાં પેટ્રોલ ₹105.58 અને ડીઝલ ₹92.42 છે. લખનૌમાં પેટ્રોલ ₹94.65 અને ડીઝલ ₹87.76 છે. નોઇડામાં પેટ્રોલ ₹94.98 અને ડીઝલ ₹88.13, ગુરુગ્રામમાં પેટ્રોલ ₹95.19 અને ડીઝલ ₹88.05 છે. ચંદીગઢમાં પેટ્રોલ ₹94.24 અને ડીઝલ ₹82.40 છે. ગાઝિયાબાદમાં પેટ્રોલ ₹94.70 અને ડીઝલ ₹87.81 છે.

Petrol-diseal-002 (2).jpg

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જારી કરે છે ભાવ

જણાવી દઈએ કે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જારી કરે છે. જો કે છેલ્લી વખતે માર્ચ 2024 માં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2-2 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ એ પછીથી કોઈ રાહત આપવામાં આવી નથી. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે અલગ અલગ શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.

આ પણ વાંચો : દલાલ સ્ટ્રીટમાં બુલની દહાડ, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા

ઘરે બેઠા આ રીતે ચેક કરો પેટ્રોલ-ડીઝલના ભાવ

ઘેરબેઠા પણ ગ્રાહકો પોતાના શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકે છે. જો તમે ઇન્ડિયન ઓઇલના ગ્રાહક છો તો RSP સાથે તમારા શહેરનો કોડ લખીને 9224992249 પર SMS કરો. જો તમે BPCLના ગ્રાહક છો તો RSP લખીને 9223112222 પર SMS મોકલી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

diesel price today India petrol price April 23 2025 fuel rates Mumbai Delhi Chennai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ