ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / હજુ પણ વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેમ મુશ્કેલ છે તેની પર લગામ, સમજો

નેશનલ / હજુ પણ વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેમ મુશ્કેલ છે તેની પર લગામ, સમજો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:41 PM, 25 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Petrol Diesel Rate: છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

Petrol Diesel Rate: છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. એટલુ જ નહી હજુ પણ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ શકે છે. આ પાછળના કારણો શું છે અને કયા પરિબળો કરી રહ્યા છે કામ?

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એકવાર વધ્યા છે. ભારતમાં આ ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નિષ્ણાતો કહે છે કે આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો શક્ય છે. આ પાછળનું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને ગણાવવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે સોમવારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 2.61 પૈસા અને ડીઝલમાં 2.71 પૈસાનો વધારો કર્યો હતો. આ સાથે 15 મેથી પેટ્રોલના ભાવમાં 7.35 પૈસા અને ડીઝલમાં 7.53 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹95.20 પ્રતિ લિટર પર પહોંચી ગયો છે.

ભાવ કેમ વધુ વધી શકે છે

નિષ્ણાતો કહે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. યુદ્ધના પ્રારંભિક તબક્કા દરમિયાન જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા હતા, ત્યારે કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો ન હતો. 27 ફેબ્રુઆરીએ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ₹72.87 પ્રતિ બેરલ હતા. માર્ચમાં તે લગભગ $120 પ્રતિ બેરલ થયા. જોકે ભાવ હવે પ્રતિ બેરલ $100 થી નીચે આવી ગયો છે, વિશ્લેષકો કહે છે કે ક્રૂડ ઓઇલ બજારમાં વર્તમાન પરિસ્થિતિ ભારતીય તેલ રિટેલર્સ પર દબાણ લાવી શકે છે.

કહેવાય છે કે તેલના ભાવમાં વધારા પછી કંપનીઓનું દૈનિક નુકસાન આશરે રૂપિયા 1000 કરોડ ઘટ્યું છે, પરંતુ આ હજુ સુધી સંપૂર્ણપણે ખતમ થયુ નથી. જો બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ $100 પ્રતિ બેરલ પર સ્થિર ન થાય, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પાંચમી વખત વધી શકે છે.

ભારતમાં તેલના ભાવ માટે હોર્મુઝ સ્ટ્રેટ શા માટે મહત્વપૂર્ણ ?

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ સાથે સીધો જોડાયેલો છે. 28 ફેબ્રુઆરીના અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો. તેના જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું. આ એ રસ્તો છે જેના દ્વારા ક્રૂડ ઓઈલ અને એલપીજી જહાજો વિશ્વના વિવિધ ભાગોમાં જાય છે. આ રસ્તો ભારત માટે પણ મહત્વપૂર્ણ છે. જોકે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ અનિશ્ચિતતાને કારણે, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ભારત તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો 85% આયાત કરે છે. તેથી, વૈશ્વિક બજારમાં કોઈપણ ફેરફાર ભારતને અસર કરશે.

VTV DIGITAL

આ પણ વાંચોઃ નેશનલ / હવામાં અધવચ્ચે રોપવે બગડી જતાં 300 પ્રવાસીઓ અટવાયા, પોલીસ-આર્મીએ કર્યું રેસ્ક્યૂ

સરકાર શું કહે છે

સરકારે આ મહિનાની શરૂઆતમાં જ સંકેત આપ્યો હતો કે તેલના ભાવમાં વધારો થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપને જોતાં સરકારે આખરે પેટ્રોલિયમના ભાવનો સામનો કરવો પડશે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાથી જ જનતાને પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે વિનંતી કરી છે. તેમણે જાહેર પરિવહન અને કારપૂલિંગના ઉપયોગ વધારવા જેવા પગલાં પર ભાર મૂક્યો. આ સંદેશાઓ લાંબા સમય સુધી પેટ્રોલિયમ કટોકટીના સંકેત તરીકે જોવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Diesel Price Strait of Hormuz

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ