બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારતના મોટા નેતાની ગોળી મારીને હત્યા કરાતાં ચકચાર, બદમાશોએ દોડતાં મારી 6 ગોળીઓ

બિહાર / ભારતના મોટા નેતાની ગોળી મારીને હત્યા કરાતાં ચકચાર, બદમાશોએ દોડતાં મારી 6 ગોળીઓ

Hiralal Parmar

Last Updated: 09:14 AM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના પટણામાં આરજેડીના મોટા નેતાની ગોળી મારીને હત્યા કરી દેવાતાં ચકચાર મચી હતી.

બિહારના ફરી એક વાર ગુનેગારો બેફામ બન્યાં છે. આ વખતે તેમણે આરજેડીના મોટા નેતાને હડફેટે લીધા. પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલ નજીક આરજેડી નેતા અને જમીન વેપારી રાજકુમાર રાયની ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટના બાદ ગુનેગારો કાંકરબાગ મેઈન રોડ તરફ ભાગી ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને એસએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે ઘટનાસ્થળેથી 6 ગોળીઓના ખોખા કબજે કર્યા હતા.

બે ગુનેગારોએ છ ગોળીઓ ચલાવી

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મૃતકની ઓળખ રાજકુમાર રાય તરીકે થઈ છે, જે વૈશાલી જિલ્લાના રાઘોપુરનો રહેવાસી છે. બે અજાણ્યા બદમાશોએ રાજકુમાર રાય પર હુમલો કર્યો હતો. રાજકુમાર રાય પોતાનો જીવ બચાવવા માટે દોડ્યા, પરંતુ બદમાશોએ તેમના પર છ ગોળીઓ ચલાવી. આ કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. સમર્થકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

વધુ વાંચો : VIDEO : હોટલમાં ASI બાર ડાન્સરને બાથ ભરીને સુતા, અશ્લીલ વીડિયો વાયરલ થતાં હડકંપ

તેજસ્વી યાદવના વિસ્તારમાંથી ચૂંટણીની તૈયારી

રાજેન્દ્ર રાય આરજેડી સાથે જોડાયેલા હતા. આ વખતે તેઓ તેજસ્વી યાદવના વિધાનસભા મતવિસ્તારમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ તેઓ રાઘોપુરથી ચૂંટણી લડી ચૂક્યા હતા. રાય પંચાયતી રાજ સેલ આરજેડીના વૈશાલી જિલ્લા પ્રમુખ પણ હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RJD leader rajkumar bihar
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ