બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:39 PM, 8 September 2025
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં સોમવારે મધ્ય પ્રદેશના દતિયામાં એક ASI ઓર્કેસ્ટેરા ડાન્સર સાથે અશ્લીલ નૃત્ય કરી રહ્યો છે. વીડિયોમાં, દતિયા સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં તૈનાત ASI સંજીવ ગૌર બે મહિલાઓ સાથે બોલિવૂડ ગીત પર અયોગ્ય હરકતો કરતા જોવા મળે છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
कॉन्स्टेबल की बर्थडे पार्टी, ASI का अश्लील डांस, देखे VIDEO@CMMadhyaPradesh @MPPoliceDeptt #mp pic.twitter.com/7wx0qraKav
— Vijay Kumar Verma (@vijay_ibc24) September 8, 2025
હોટલની પાર્ટીમાં એએસઆઈએ કરી અશ્લીલ હરકતો
ADVERTISEMENT
આ પાર્ટી એક હોટલમાં આયોજિત કરવામાં આવી હતી, અને આ કાર્યક્રમમાં બે બાર ડાન્સર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વીડિયોમાં ASI સંજીવ ગૌર અને કેટલાક અન્ય પુરુષો નાચતી વખતે મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે.
ADVERTISEMENT
પોલીસ અધિકારી સામે થઈ કાર્યવાહી
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી, પોલીસ વિભાગે પરિસ્થિતિને સંભાળવા માટે ગંભીર અને તાત્કાલિક પગલાં લીધાં છે. દતિયા એસપી સૂરજ વર્માએ કોઈપણ વિલંબ કર્યા વિના ASI સંજીવ ગૌર અને કોન્સ્ટેબલ રાહુલ બૌદ્ધને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો. વધુ તપાસ થાય ત્યાં સુધી બંનેને તેમની ફરજો પરથી દૂર કરવામાં આવ્યા છે. એસપી સૂરજ વર્માએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પોલીસ વિભાગ તેના સ્ટાફ દ્વારા પોલીસ દળની છબી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવા કોઈપણ પ્રકારના વર્તનને સહન કરશે નહીં. આવા ગેરવર્તણૂકમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.