બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:38 AM, 1 November 2025
Vice President CP Radhakrishnan: ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન શુક્રવારે ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તમિલ સમુદાય દ્વારા સંચાલિત નવી ધર્મશાળાનું ઉદ્ઘાટન કર્યું. ઉપરાષ્ટ્રપતિએ સભાને પણ સંબોધિત કરી. તેમણે જણાવ્યું કે 25 વર્ષ પહેલાં જયારે તેઓ કાશી આવ્યા હતા, ત્યારે તેઓ માંસાહારી હતા. પરંતુ ગંગામાં સ્નાન કર્યા પછી, તેમણે પોતાની અંદર એક ગહન પરિવર્તન અનુભવ્યું અને તેમણે શુદ્ધ શાકાહારી જીવનશૈલી અપનાવી લીધી.
ADVERTISEMENT
Hon’ble Vice-President Shri C. P. Radhakrishnan offered prayers at the Madurai Meenakshi Amman Temple, seeking blessings for peace, prosperity, and the well-being of all. pic.twitter.com/rb9eAhDFpK
— Vice-President of India (@VPIndia) October 29, 2025
ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું, ધર્મ અસ્થાયી રીતે સંકટમાં હોઈ શકે છે, પરંતુ તે ક્યારેય સ્થાયી રીતે અદ્રશ્ય નથી થતો. આ ઇમારત તેનો પુરાવો છે. 25 વર્ષ પહેલાં જ્યારે હું પહેલી વાર કાશી આવ્યો હતો, ત્યારે હું માંસાહારી હતો. ગંગામાં સ્નાન કર્યા પછી, મારા જીવનમાં એટલું પરિવર્તન આવ્યું કે મેં શાકાહાર અપનાવી લીધો.
ADVERTISEMENT
Blessed to have a divine darshan at the Kashi Vishwanath Temple along with Hon’ble Chief Minister of Uttar Pradesh Shri. @myogiadityanath Ji today.
— CP Radhakrishnan (@CPR_VP) October 31, 2025
Prayed for the peace, well-being and prosperity of 140 Crore Indians. pic.twitter.com/cRngzG86Cp
તેમણે એમ પણ કહ્યું કે આજનું કાશી 25 વર્ષ પહેલાંની કાશીથી ઘણું અલગ છે. આ પરિવર્તન ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કારણે જ શક્ય બની શક્યું છે. ઉપરાષ્ટ્રપતિએ તમિલનાડુના નગરથર સમુદાયના સામાજિક સેવા અને સાંસ્કૃતિક યોગદાનની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આ ધર્મશાળાના નિર્માણ માટે આ સમુદાયે આશરે 60 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જેને તેમણે શ્રદ્ધા, દ્રઢતા અને આંતર-ક્ષેત્રીય સંકલનનું પ્રતીક ગણાવ્યું.
ADVERTISEMENT
#WATCH | Varanasi | Vice President CP Radhakrishnan, along with Uttar Pradesh CM Yogi Adityanath, offers prayers at Kashi Vishwanath Temple pic.twitter.com/ENABxdpx4I
— ANI (@ANI) October 31, 2025
ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કહ્યું કે આ નવી સુવિધા માત્ર એક ભવન નથી, પરંતુ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેના સાંસ્કૃતિક બંધનનો એક નવો અધ્યાય છે. તેમણે જણાવ્યું કે તમિલ વિદ્વાનો, કવિઓ અને ભક્તોએ જ્ઞાન અને આધ્યાત્મિકતાની શોધમાં કાશીની યાત્રા કરી છે. આ દિશામાં આ પગલું આને વધુ મજબૂત બનાવશે. તેમણે યાદ કર્યું કે આ સંસ્થા (શ્રી કાશી નટ્ટુક્કોટ્ટઈ નગર સતરામ મેનેજિંગ સોસાયટી) 1863માં તમિલનાડુથી કાશી આવતા ભક્તોની મદદ માટે સ્થાપિત કરવામાં આવી હતી અને આજે પણ તે જ ભાવનાથી કાર્ય કરી રહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાતની સરહદે મળ્યો સોનાનો વિશાળ ભંડાર, ઉચ્ચ અધિકારીઓના ધાડેધાડા ઉતર્યા
ADVERTISEMENT
ઉપરાષ્ટ્રપતિએ અન્નપૂર્ણા દેવીની મૂર્તિની વાપસી અને કાશી-તમિલ સંગમમ જેવા આયોજનોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મોદી અને યોગીના નેતૃત્વમાં કાશીમાં આધ્યાત્મિક પુનર્જાગરણ થઈ રહ્યું છે. તેમણે કાશી વિશ્વનાથ મંદિર સંકુલમાં દેવી અન્નપૂર્ણા અમ્મન દેવીની મૂર્તિની વપસીની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે એક સદી કરતાં વધુ સમય પહેલાં વારાણસીના એક મંદિરમાંથી ચોરાયેલી આ મૂર્તિ મોદીના નેતૃત્વમાં ભારત સરકારના સતત પ્રયાસોને કારણે 2021માં કેનેડાથી ભારત પરત આવી શકી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.