બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO: વાદળ ફાટ્યું તેમાં મોટું સરોવર બની ગયું, ઉત્તરકાશીમાં કુદરતી કહેર વચ્ચે હેરાનીભર્યું
Last Updated: 11:21 AM, 9 August 2025
Uttarkashi Cloudburst: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગયા અઠવાડિયે આકાશમાંથી આફત વરસી અને તબાહી મચાવી દીધી. ત્યારે હવે ઉત્તરાખંડથી વધુ એક ચિંતાજનક સંચાર સામે આવી રહ્યા છે. ઉત્તરકાશી જિલ્લાના હર્ષિલ વિસ્તારમાં આવેલી આકાશી આફત પછી કુદરતે એવો વિનાશ વેર્યો કે જમીન પર એક વિશાળ તળાવ બની ગયું છે.
ADVERTISEMENT
#WATCH | Uttarkashi, Uttarakhand | A lake has been formed in Harsil following the flash floods due to the cloudburst that occurred on August 5 pic.twitter.com/xjardbbKzd
— ANI (@ANI) August 9, 2025
5 ઓગસ્ટના રોજ, ચાર ધામોમાંથી એક ગંગોત્રી ધામથી માત્ર 25 કિલોમીટર દૂર, હર્ષિલ નજીકના ધરાલી ગામમાં અચાનક વાદળ ફાટ્યું. જેને લીધે અચાનક જ પૂર આવ્યું અને ભારે વહેણમાં પાણી પોતાની સાથે જે પણ આવ્યું તેને વહેણમાં લેતું ગયું. જેને લીધે ચારે બાજુ કાટમાળ ફેલાઈ ગયો. ઘરો, હોટલોને ભારે નુકસાન થયું. કેટલાક લોકોના મોત થયા અને કેટલાય લોકોને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા.
ADVERTISEMENT
પણ વાદળ ફાટ્યા પછી આનું પરિણામ એવું આવ્યું છે કે અહીં એક ખૂબ જ મોટું તળાવ બની ગયું છે. જ્યાં કાલ સુધી જમીન અને રસ્તાઓ હતા, ત્યાં આજે પાણીનો વિશાળ ભંડાર છે. ગંગોત્રી ધામને જોડતો મુખ્ય હાઈવે પણ આ તળાવમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે, જેને કારણે ચારધામ યાત્રાનો એક મહત્ત્વપૂર્ણ રસ્તો બંધ થઈ ગયો છે.

ADVERTISEMENT
દિવસ-રાત કામ કરી રહી છે રેસ્ક્યૂ ટીમો
આકાશમાંથી આફત વરસ્યા પછી વહીવટીતંત્ર અને NDRF, SDRF અને ITBPની રેસ્ક્યૂ ટીમો લોકોના જીવ બચાવવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. મંગળવારથી ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 650 થી વધુ લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. ગુરુવારે 400 લોકોને બચાવી લેવામાં આવ્યા, જયારે શુક્રવારે 250 વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા. રેસ્ક્યૂ ટીમો ઝડપથી લોકોને બચાવવાની કામગીરી કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: બંગાળની ખાડીમાં એક્ટિવ થયું ચક્રવાત, આગામી દિવસોમાં થશે ભારે વરસાદ
સ્થાનિકો અને યાત્રાળુઓ માટે મુસીબત
ADVERTISEMENT
આ કુદરતી આફતથી માત્ર સ્થાનિકોને જ નહીં પરંતુ ગંગોત્રીના દર્શન કરવા જતા હજારો યાત્રાળુઓ માટે પણ એક મોટી મુસીબત બની ગઈ છે. ભારે વરસાદ પછી હાઈવે પર કેટલીક જગ્યાઓ પર ભૂસ્ખલન થવાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. હાઈવે બંધ થવાને કારણે, ચારધામ યાત્રા પણ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી છે. જો કે હાલમાં સૌથી પહેલા ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વહીવટીતંત્રએ તમામ લોકો અને મુસાફરોને અપીલ કરી છે તેઓ સાવધાન રહે અને કોઈપણ પ્રકારનું જોખમ ન લે. પર્વતોમાં હવામાન હજુ પણ અનિશ્ચિત છે, તેથી સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.