બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બંગાળની ખાડીમાં એક્ટિવ થયું ચક્રવાત, આગામી દિવસોમાં થશે ભારે વરસાદ

હવામાન અપડેટ / બંગાળની ખાડીમાં એક્ટિવ થયું ચક્રવાત, આગામી દિવસોમાં થશે ભારે વરસાદ

Vidhata Gothi

Last Updated: 07:16 AM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Today Weather News: આજે દેશમાં કેટલાક રાજ્યોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, તો દેશની રાજધાની દિલ્હીમાં પણ ઝરમર વરસાદ થવાની સંભાવના છે. જાણો કેવી રહેશે આજનું હવામાન.

Weather Update Today: દેશના જુદા-જુદા રાજ્યોમાં ચોમાસાનો વરસાદ અટકી-અટકીને થઈ રહ્યો છે. જયારે પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. બંને રાજ્યોમાં અચાનક વાદળ ફાટવાની અને પૂર આવવાની ઘટનાઓ બની છે. તો બીજી તરફ દેશના કેટલાય રાજ્યોમાં વરસાદે બ્રેક લીધો છે. એવામાં હવે હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી સામે આવી છે, જે પ્રમાણે પૂર્વીય રાજ્યો અને દક્ષિણ-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એક્ટિવ થઈ રહ્યું છે. આ લો પ્રેશરના કારણે પૂર્વીય રાજ્યો અને દક્ષિણ-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે. જયારે સ્કાયમેટ વેધર એજન્સીના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જયારે મોનસૂનનું ટ્રફ હાલમાં ફિરોઝપુર, પટિયાલા, મેરઠ, બરેલી, લખનૌ, વારાણસી, ડાલ્ટનગંજ, બાંકુરાથી થઈને દક્ષિણ-પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી ફેલાયું છે.

પશ્ચિમ બંગાળ અને તેની નજીકના ઉત્તર ઓડિશાના ગંગાના મેદાનો પર એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ ચક્રવાતી પવનો હાલમાં બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીની નજીક 3.1 થી 5.8 કિલોમીટરની ઊંચાઈ પર છે.

vtv app promotion

આ રાજ્યોમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરપૂર્વ ભારત, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, દિલ્હીના કેટલાક ભાગો, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાત, પૂર્વ રાજસ્થાન અને લદ્દાખમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે દિલ્હીમાં આજે ભારે પવન ફૂંકાવાની ચેતવણી પણ જાહેર કરી છે. બંગાળની ખાડીમાં ચક્રવાતી હવાનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: આમ આદમી માટે મોદી સરકારે ખજાનો ખોલ્યો, 52667 કરોડ રૂપિયાના પેકેજને આપી મંજૂરી

છેલ્લા 24 કલાકમાં ક્યાં થયો વરસાદ?

હવામાન વિભાગે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં તેલંગાણામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. ઉત્તરપૂર્વ ભારતની સાથે, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, મરાઠવાડા અને કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં મોસમી પેટર્ન અને ટ્રફના કારણે પૂર્વીય ભાગોમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Today Cyclonic Activity Weather News
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ