બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:23 PM, 8 August 2025
કેન્દ્રીય કેબિનેટની આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં સરકારે 5 મોટા નિર્ણય લીધા હતા. સરકારે ઉજ્જવલા યોજના માટે 12060 કરોડનું વધારાના બજેટના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી 10 કરોડ 33 લાખ લોકોને ફાયદો થશે. આ ઉપરાંત સરકાર પોસાય તેવા LPG સિલેન્ડર માટે 30 હજાર કરોડનું વધારે બજેટ ફાળવ્યું છે. કેન્દ્ર સરકારને રક્ષા બંધન પર સામાન્ય લોકો અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને મોટી રાહત આપી છે.
ADVERTISEMENT
મોદી સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણયોમાં ટેકનિકલ શિક્ષણ, આસામ અને ત્રિપુરાના વિકાસ માટેનું બજેટ, મરક્કનમ - પુડુચેરી 4 લેન હાઇવેને મંજૂરી આપવામાં આવી છે. સરકારે ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ માટે 4200 કરોડના બજેટને મંજૂરી આપી છે. તેો આસામ અને ત્રિપુરાના વિકાસ માટે 4250 કરોડ રૂપિયાના વિશેષ વિકાસ ભંડોળને મંજૂરી આપવામાં આવી છે. સરકારે મરક્કનમ - પુડુચેરી 4 લેન હાઇવે માટે 2157 કરોડ રૂપિયાની રકમને પણ મંજૂરી આપી છે.

ADVERTISEMENT
5 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા
ADVERTISEMENT
નુકસાનની ભરપાઈ માટે 30,000 કરોડ
છેલ્લા 15 મહિનામાં કિંમતથી ઓછી કિંમતે LPG વેચવાને કારણે સરકારી તેલ કંપનીઓ - ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે મંત્રીમંડળે 30,000 કરોડ રૂપિયાની LPG સબસિડીને મંજૂરી આપી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ વળતર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ને 12 હપ્તામાં આપવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો: 'આ બિહારના ભાગ્યોદયની શરૂઆત...' જાનકી મંદિરના શિલાન્યાસ બાદ બોલ્યા અમિત શાહ
આંતરરાષ્ટ્રીય ભાવમાં વધઘટને કારણે તેલ કંપનીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
૨૦૨૪-૨૫ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે LPGના ભાવ ઊંચા હતા અને ભવિષ્યમાં પણ ઊંચા રહેશે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે LPGના ભાવમાં થતા વધઘટથી ગ્રાહકોને બચાવવા માટે, કિંમતમાં વધારો સ્થાનિક LPG ગ્રાહકો પર લાદવામાં આવ્યો ન હતો, જેના કારણે ત્રણેય તેલ માર્કેટિંગ કંપનીઓને મોટું નુકસાન થયું હતું. નુકસાન છતાં, જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓએ દેશમાં પોષણક્ષમ ભાવે સ્થાનિક LPGનો સતત પુરવઠો સુનિશ્ચિત કર્યો છે.
257 ટેકનિકલ સંસ્થાઓના સુધારણા માટે 4200 કરોડ
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળે 275 ટેકનિકલ સંસ્થાઓમાં મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇમ્પ્રૂવમેન્ટ ઇન ટેકનિકલ એજ્યુકેશન (MERITE) યોજનાના અમલીકરણના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સંસ્થાઓમાં 175 એન્જિનિયરિંગ સંસ્થાઓ અને 100 પોલિટેકનિકનો સમાવેશ થાય છે. આ એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જેમાં 2025-26 થી 2029-30 ના સમયગાળા માટે કુલ રૂ. 4,200 કરોડનો નાણાકીય બોજ છે. રૂ. 4200 કરોડમાંથી, રૂ. 2,100 કરોડ વિશ્વ બેંક પાસેથી લોનના રૂપમાં બાહ્ય સહાય તરીકે આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.