ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:07 PM, 14 October 2025
ADVERTISEMENT
Y. Puran Kumar Case: હરિયાણા સરકારે નવા DGPની નિમણૂકના આદેશો જારી કરી દીધા છે. ઓમ પ્રકાશ સિંહને રાજ્યના નવા કાર્યકારી DGP નિયુક્ત કરવામાં આવ્યા છે. ADGP વાય પૂરણ કુમારના આત્મહત્યા કેસમાં હરિયાણાના DGP શત્રુજીત કપૂરને રાતોરાત રજા પર મોકલી દેવામાં આવ્યા પછી સરકારે આ દેશો જારી કર્યા છે. ભાજપ સરકારે ગઈકાલે મોડી રાત્રે આ આદેશ જારી કર્યો.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે IPS અધિકારી ઓમ પ્રકાશ સિંહ સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના બનેવી છે. તેઓ હરિયાણા પોલીસ હાઉસિંગ કોર્પોરેશન, પંચકુલાના મેનેજિંગ ડિરેક્ટર, FSL મધુબનના ડિરેક્ટર અને હરિયાણા રાજ્ય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (HSBNCB) ના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ તેમની વ્યાવસાયિક કુશળતા, શિસ્ત અને વહીવટી કાર્યક્ષમતા માટે જાણીતા છે. મળતી માહિતી પ્રમાણે, હરિયાણા પોલીસના નવા કાર્યકારી ડીજીપી ઓમ પ્રકાશ સિંહ 31 ડિસેમ્બર 2025ના રોજ નિવૃત્ત થશે.
રાજ્યપાલના આદેશોમાં જણાવાયું છે કે આ નિર્ણય પૂર્વ ડીજીપી શત્રુજીત સિંહ કપૂર (આઈપીએસ 1990) ના રજાના સમયગાળા દરમિયાન લેવામાં આવ્યો છે જેથી વિભાગીય કાર્યમાં કોઈ વિક્ષેપ ન આવે.
ADVERTISEMENT

પોલીસે ADGP વાય પૂરણ કુમારના આત્મહત્યા કેસમાં ડીજીપી અને સહિત એ તમામ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધી છે, જેમના નામ સુસાઇડ નોટમાં લખ્યા હતા. નોંધનીય છે કે વાય પૂરણ કુમાર 2001 બેચના આઈપીએસ અધિકારી હતા અને રોહતકના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) તરીકે તૈનાત હતા. વાય પૂરણ કુમારે 7 ઓક્ટોબરના રોજ કથિત રીતે આત્મહત્યા કરી લીધી. તેમની આઠ પાનાની સુસાઈડ નોટમાં 13 વરિષ્ઠ અધિકારીઓના નામ હતા, જેમની સામે ઉત્પીડન અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. આમાં, સૌથી મુખ્ય આરોપો ડીજીપી શત્રુજીત કપૂર અને રોહતક પોલીસ અધિક્ષક સામે હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: દિવાળીની સાફ-સફાઈ કરતી વખતે મળ્યું 2000ની ચલણી નોટોનું બંડલ, પછી બન્યું ગજબનું
આ કેસના સંદર્ભમાં શનિવારે રોહતકના પૂર્વ પોલીસ અધિક્ષક (SP) નરેન્દ્ર બિજારનિયાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, અને તેમની જગ્યાએ સુરિન્દર સિંહ ભોરિયાને રોહતકના નવા પોલીસ અધિક્ષક (SP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં બિજારનિયાને નવું પદ સોંપવામાં આવ્યું નથી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી DGP શત્રુજીત કપૂરને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ચંદીગઢ પોલીસે વાય. પૂરણ કુમારની પત્ની પાસેથી તેમનું લેપટોપ પણ તપાસ માટે માંગ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT