બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:59 PM, 24 March 2026
Supreme Court Verdict: SC/ST એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં મામલે ધર્મ પરિવર્તનને લઈને સુપ્રીમ કોર્ટે એક મહતવવનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ ઈસાઈ ધર્મમાં ધર્માંતરણ કરે છે તો અને તેનું પાલન kઅરે છે તો તે પછી અનુસૂચિત જાતિનો સભ્ય રહેતો નથી. મંગળવારે જસ્ટિસ પીકે મિશ્ર અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે આ અંગે સુનાવણી હાથ ધરી હતી. જેમાં પ્રશ્ન એ હતો કે હિન્દુ ધર્મ માંથી ઈસાઈ ધર્મમાં જનાર વ્યક્તિ SC/ST એક્ટ લગવવા માટે અનુસૂચિત જાતિના દરજ્જાનો દાવો કરી શકે છે નહીં.?
ADVERTISEMENT
આ મામલે સુપ્રીમ કોર્ટે આંધપ્રદેશની હાઇ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. બાર એન્ડ બેન્ચના અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ હિન્દુ, સિખ કે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મને અપનાવે છે તો તે અનુસૂચિત જાતિ (sc) નો સદસ્ય રહેતો નથી. કોઇપન અન્ય ધર્મમાં પરિવર્તન કરવાથી તેનો અનુસૂચિત જાતિનો દરજ્જો પૂરો થઈ જાય છે.
બેન્ચે આ મામલે કહ્યું જે અરજીકર્તાનો એવો દાવો નથી કે તેમણે ઈસાઈ ધર્મ છોડીને પાછો પોતાનો મૂળ ધર્મ અપનાવી લીધો છે. કે તેણે મડીગા સમુદાયને ફરી સ્વીકારી લીધો છે. તેનાથી એ સાબિત થાય છે કે અપીલકર્તા સતત ઈસાઈ ધર્મને માનતો રહ્યો છે અને એક દશકથી વધારે સમયથી પાદરીના રૂપમાં કામ કરી રહ્યો છે. જે ગામમાં દરેક ઘરમાં નિયમિત રીતે રવિવારે પ્રાર્થનાનું આયોજન kઅરે છે અને તેણે એ પણ સ્વીકાર્યું છે કે આ કથિત ઘટનાના સમયે તે ઘર પર પ્રાર્થના સભા કરાવી રહ્યા હતા. આ તમામ તથ્યો કોઈપણ સંદેહ નથી છોડતા કે ઘટનાની તારીખ સુધી તેઓ એક ઈસાઈ જ હતા.
ADVERTISEMENT
ઈસાઈ ધર્મ અંગીકાર કરવા વાળો એક વ્યક્તિ પાદરી તરીકે કામ કરી રહ્યો હતો પરંતુ તેણે cheduled Caste, Scheduled Tribe (Prevention of Atrocities) Act અંતર્ગત અમુક લોકોના સામે કેસ દાખલ કર્યો હતો, અને આરોપ લગાવ્યા હતા કે લોકોએ તેના સાથે મારપીટ કરી હતી. તેમણે SC/ST Act અંતર્ગત સુરક્ષાની માંગણી કરી હતી જેના થકી આરોપીઓને કોર્ટમાં ચૂનોતી આપી હતી અને આરોપીઓનું કહેવું હતું કે આ પાદરીએ ધર્માંતરણ કર્યું છે.
ADVERTISEMENT

30 એપ્રિલ 2025ના રોજ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં આંધ્રપ્રદેશ હાઇકોર્ટે કહ્યું હતું કે ઈસાઈ ધર્મમાં જાતિ વ્યવસ્થાને કોઈ સ્થાન નથી. એવામાં ઈસાઈ ધર્મ અંગીકાર કરનાર વ્યક્તિને SC/ST Actની ધારાઓનો સહારો મળી શકે નહીં. ત્યારે આ મામલાની સુનાવણી જસ્ટિસ હરિનાથ એન કરી રહ્યા હતા. તેમણે ફરિયાદીની તરફથી લગવવામાં આવેલા આરોપને નકારી કાઢ્યા હતા અને તે પછી ધર્માંતરણ કરીને પાદરી બનેલા વ્યક્તિએ સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.