બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''111 નહીં, માત્ર 11 MLA આપો, એન્કાઉન્ટર કરનારાઓનું પણ...'', AIMIM નેતાનું વિવાદિત નિવેદન

નેશનલ / ''111 નહીં, માત્ર 11 MLA આપો, એન્કાઉન્ટર કરનારાઓનું પણ...'', AIMIM નેતાનું વિવાદિત નિવેદન

Priyankka Triveddi

Last Updated: 12:11 PM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ હાજી શૌકત અલીએ ઈદ મિલનના સમારોહમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે અખિલેશ યાદવ પર તીખા પ્રહાર કરતાં કહ્યું કે..,

UP AIMIM Chief Haji Shaukat Ali: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ હાજી શૌકત અલીએ ઈદ મિલનના સમારોહમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે અખિલેશ યાદવ પર તીખા પ્રહાર કરતાં કહ્યું કે 'અમને યુપીના 111 નહીં માત્ર 11 વિધેયક આપી દો, મુસલમાનોનું એન્કાઉન્ટર કરનારનું પણ એન્કાઉન્ટર થશે, ' આ વિવાદિત નિવેદન AIMIM ના ઉત્તરપ્રદેશના અધ્યક્ષ હાજી શૌકત અલીએ આપ્યું છે. તેમના ભાષણ દરમિયાન તેમણે મસ્જિદ અને મદરેસાની સુરક્ષાને લઈને એમ પણ કહ્યું કે આ જગ્યાઓની જો રક્ષા કરવી છે તો એક દંડા, એક ઝંડા અને એક નેતા બનાવવા પડશે.

માત્ર 11 વિધાયક આપી દો

યુપીના મેરઠમાં આયોજિત ઈદ મિલન કાર્યક્રમ દરમિયાન AIMIMના રાજ્ય પ્રમુખ હાજી શૌકત અલીએ વિવાદાસ્પદ નિવેદન આપતાં જણાવ્યું કે “અમને 111 નહીં પરંતુ માત્ર 11 ધારાસભ્યો આપો, તો મુસ્લિમો સામે એન્કાઉન્ટર કરનારાઓને પોતે જ એન્કાઉન્ટરનો સામનો કરવો પડશે.” તેમણે વધુમાં કહ્યું કે જો મુસ્લિમ સમાજને પોતાની મસ્જિદો અને મદરેસાઓનું રક્ષણ કરવું હોય તો ‘એક લાકડી, એક ધ્વજ અને એક નેતા’ હેઠળ એક થવું જરૂરી છે. સાથે જ તેમણે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પ્રતિનિધિત્વ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે વિકાસ માત્ર ગોરખપુર અને સૈફઈ પૂરતો સીમિત નહીં રહે. પરંતુ મેરઠ સહિત અન્ય વિસ્તારોમાં પણ પહોંચાડવામાં આવશે.

મેરઠના કેપ્ટનને પણ આપી ચેલેન્જ

હાપુર રોડ પર હાજીપુર સ્થિત લબ્બૈક ફાર્મહાઉસ ખાતે આયોજિત ઈદ મિલન કાર્યક્રમમાં બોલતા AIMIM નેતા હાજી શૌકત અલીએ મેરઠના SSPના નમાજ અંગેના નિવેદનનો ઉલ્લેખ કરીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે SSPએ રસ્તા પર નમાજ અદા કરનારાઓ સામે લાઇસન્સ રદ કરવાની ચેતવણી આપી હતી. ત્યારે તેમણે આશા વ્યક્ત કરી કે આવું જ કડક વલણ રામ નવમીની શોભાયાત્રા દરમિયાન પણ અપનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે જો શોભાયાત્રા દરમિયાન મસ્જિદની સામે અશોભનિય વર્તન થાય તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. પોતાના ભાષણમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની આઝાદીમાં તમામ સમાજના લોકોનું યોગદાન રહ્યું છે અને કાયદો સૌ માટે સમાન રીતે લાગુ થવો જોઈએ.

અખિલેશ યાદવ પર સાધ્યું નિશાન

હાજી શૌકતે પોતાના સમર્થકોને અપીલ કરતા જણાવ્યું કે તેઓ ગામડે ગામડે જઈને લોકોને સમજાવે કે તેમના સમુદાય પર સૌથી વધુ અન્યાય થયો છે. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે મદરેસાઓને બંધ કરવામાં આવ્યા છે અને માત્ર આરોપોના આધારે લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેમજ ગોળીબારની ઘટનાઓ બની છે. સાથે જ તેમણે સમાજને આ મુદ્દાઓ યાદ રાખવા જણાવ્યું. અખિલેશ યાદવ અને તેમની પાર્ટી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જેમને સત્તામાં લાવવા માટે સમર્થન અપાયું, તેઓ હવે જવાબદારી લેતા નથી અને કહી રહ્યા છે કે “આ મારી સરકાર નથી, હું શું કરી શકું?”

પશ્ચિમ બંગાળ માટે ઓવૈસીનું એલાન

આ દરમિયાન AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મહત્વપૂર્ણ રાજકીય જાહેરાત કરતાં જણાવ્યું છે કે તેમની પાર્ટી પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણી ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’ (AJUP) સાથે ગઠબંધનમાં લડશે. AJUPના સ્થાપક અને તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા હુમાયુ કબીરે જણાવ્યું હતું કે તેમની પાર્ટી 2026માં યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કુલ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે. આ ગઠબંધનથી રાજ્યની રાજકીય સમીકરણોમાં ફેરફાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: LPG ભરેલા 2 બીજા જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટથી આગળ વધ્યા, કેટલા ટન ગેસ સાથે ભારત પહોંચશે

પશ્ચિમ બંગાળની વોટિંગ ક્યારે અને ક્યાં?

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ 2026માં બે તબક્કામાં યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલ અને બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. જ્યારે મતગણતરી 4 મેના રોજ હાથ ધરાશે. ચૂંટણી પંચ મુજબ પ્રથમ તબક્કા હેઠળ 152 બેઠકો માટેની પ્રક્રિયા 30 માર્ચ 2026ના રોજ ગેઝેટ સૂચના સાથે શરૂ થશે. આ તબક્કા માટે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ છે. 7 એપ્રિલે ચકાસણી થશે અને 9 એપ્રિલ સુધી ઉમેદવારો નામાંકન પાછું ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે યોજાશે. બીજા તબક્કામાં 142 બેઠકોનો સમાવેશ થાય છે. જેના માટે ગેઝેટ સૂચના 2 એપ્રિલે જાહેર થશે. નામાંકન ભરવાની અંતિમ તારીખ 9 એપ્રિલ ચકાસણી 10 એપ્રિલે અને નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

West Bengal elections 2026 AIMIM Asduddin Ovaisi UP AIMIM Chief Haji Shaukat Ali
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ