ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / રાહુલ ગાંધીની બિહારમાં 'વોટ અધિકાર યાત્રા', તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ જોડાશે

નેશનલ / રાહુલ ગાંધીની બિહારમાં 'વોટ અધિકાર યાત્રા', તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓ જોડાશે

Published By: Ajit Jadeja

Last Updated: 05:29 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul gandhi: બિહારમાં મત ચોરીને લઇ રાજકિય માહોલ ગરમાયો છે. ત્યારે રાહુલ ગાંધી 17 ઓગસ્ટથી બિહાર યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે.

ADVERTISEMENT

Rahul gandhi: બિહારમાં મત ચોરીને લઇ રાજકિય માહોલ ગરમાયો છે. ત્યારે રાહુલ ગાંધી 17 ઓગસ્ટથી બિહાર યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસે તેને 'મત અધિકાર યાત્રા' નામ આપ્યું છે. રાહુલ ગાંધી 16 દિવસ બિહારમાં રહેશે. તેઓ 24 જિલ્લાઓમાં પ્રવાસ કરશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મત ચોરીના મુદ્દા પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર સતત નિશાન સાધી રહ્યા છે. મત અધિકાર યાત્રા બિહારના રોહતાસ જિલ્લામાંથી શરૂ થશે. આ યાત્રાનો હેતુ રાજ્યમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે વિરોધ નોંધાવવાનો છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી

રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે '17 ઓગસ્ટથી 'મતદાર અધિકાર યાત્રા' સાથે, અમે બિહારની ભૂમિ પરથી મત ચોરી સામે સીધી લડાઈ લડી રહ્યા છીએ.

મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ અખિલેશ સિંહે જણાવ્યું હતું કે 17 ઓગસ્ટથી મતાધિકાર યાત્રા શરૂ થઈ રહી છે. લોકોના મતદાન અધિકારો પરના કથિત હુમલાને ઉજાગર કરવા માટે આ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી 1 સપ્ટેમ્બરે પટણામાં રેલી સાથે 'મત અધિકાર યાત્રા' પૂર્ણ થાય ત્યાં સુધી તેમના રાજ્યમાં એક પખવાડિયાથી વધુ સમય સુધી રહે તેવી શક્યતા છે.

vtv app promotion

યાત્રા સાથે આ નેતા જોડાશે

અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે બિહારમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ ઉપરાંત ત્રણ ડાબેરી પક્ષો સહિત અન્ય ગઠબંધન ભાગીદારો પણ સાસારામમાં રાહુલ ગાંધી સાથે જોડાઈ શકે છે.

આ પણ વાંચોઃ નિવેદન / 'જિન્ના, કોંગ્રેસ અને માઉન્ટબેટન....', NCERTએ ભારતના વિભાજનને લઇ આ શું કહી દીધું?

આ યાત્રા આ જિલ્લાઓમાંથી પસાર થશે

17 ઓગસ્ટ સાસારામ (રોહતાસ), 18 ઓગસ્ટ ઔરંગાબાદ, 19 ઓગસ્ટ ગયા અને નવાદા, 20 ઓગસ્ટ વિશ્રામ, 21 ઓગસ્ટ લખીસરાય-શેખપુરા, 22 ઓગસ્ટ મુંગેર અને ભાગલપુર, 23 ઓગસ્ટ કટિહાર, 24 ઓગસ્ટ પૂર્ણિયા અને અરરિયા, 25 ઓગસ્ટ વિશ્રામ, 26 ઓગસ્ટ સુપૌલ, 27 ઓગસ્ટ દરભંગા અને મુઝફ્ફરપુર, 28 ઓગસ્ટ સીતામઢી અને મોતીહારી, 29 ઓગસ્ટ બેતિયા, ગોપાલગંજ અને સિવાન, 30 ઓગસ્ટ છપરા અને આરા, 1 સપ્ટેમ્બર પટણાના ગાંધી મેદાન ખાતે રેલી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress Rahul gandhi Bihar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ