બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'જિન્ના, કોંગ્રેસ અને માઉન્ટબેટન....', NCERTએ ભારતના વિભાજનને લઇ આ શું કહી દીધું?

નિવેદન / 'જિન્ના, કોંગ્રેસ અને માઉન્ટબેટન....', NCERTએ ભારતના વિભાજનને લઇ આ શું કહી દીધું?

Nidhi Panchal

Last Updated: 02:06 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCERT એ ભારત-પાકિસ્તાન ભાગલા પર એક નવું શૈક્ષણિક મોડ્યુલ રજૂ કર્યું છે. આ મોડ્યુલ વિદ્યાર્થીઓને ભાગલાના ઇતિહાસ, પરિણામો અને જવાબદાર વ્યક્તિઓ વિશે સમજાવવામાં મદદ કરશે.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ભારત-પાકિસ્તાન ભાગલા પર એક નવું મોડ્યુલ બહાર પાડ્યું છે. આ ખાસ મોડ્યુલ 14 ઓગસ્ટના ‘પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે’ પર રજૂ કરવામાં આવ્યું છે. મોડ્યુલમાં ભાગલા માટે ત્રણ વ્યક્તિઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે – ઝીણા, જેણે વિભાજન માંગ્યું; કોંગ્રેસ, જેણે તેને મંજૂરી આપી; અને માઉન્ટબેટન, જેમણે તેને અમલમાં મૂક્યું.

partition

“વિભાજનના ગુનેગારો”

મોડ્યુલમાં “વિભાજનના ગુનેગારો” શીર્ષક હેઠળ ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જુલાઈ 1947ના ભાષણનો સમાવેશ કરાયો છે, જેમાં તેમણે કહ્યું હતું કે વિભાજન સ્વીકારવું ખોટું છે, પરંતુ સતત સંઘર્ષ અને ગૃહયુદ્ધ કરતાં તેનું પરિણામ ઓછું ખરાબ હશે.

partition-2

ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 12 માટે અલગ

આ મોડ્યુલ ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 12 માટે અલગ બનાવવામાં આવ્યો છે. તે નિયમિત પાઠ્યપુસ્તકનો ભાગ નથી, પરંતુ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ, પોસ્ટર, ચર્ચા અને ડેબેટ દ્વારા શીખવવામાં આવે છે. ભાગલામાં આશરે 6 લાખ લોકોનાં મૃત્યુ અને 1.5 કરોડ લોકોના વિસ્થાપન વિશે જાણકારી આપે છે, જે પાઠ્યપુસ્તકોમાં હોતું નથી.

app promo5

આ પણ વાંચો : ગુજરાત, ગોવાથી લઇને..., આગામી 7 દિવસ આ રાજ્યોમાં ભારેથી 'અતિ ભારે' વરસાદની આગાહી

મોડ્યુલ અંગે ઇતિહાસકારોનું કહેવું છે કે શાળાના પાઠમાં ભાગલાનું સમાવેશ કરવું સારું છે, પરંતુ ફક્ત ઝીણા, માઉન્ટબેટન અને કોંગ્રેસને જવાબદાર ઠેરવવું અસત્ય રહેશે. મોડ્યુલ મુજબ, 1947-1950 દરમિયાન ભાગલાએ દેશની એકતા તોડી, વિસ્થાપન અને હત્યાકાંડ વધાર્યા, પંજાબ અને બંગાળની અર્થવ્યવસ્થા બગાડી, અને જમ્મુ-કાશ્મીરમાં સામાજિક, આર્થિક અને વસ્તી વિષયક પડકારો ઊભા કર્યા, જે બાદમાં આતંકવાદના કારણ બન્યા. NCERT ના આ નવા મોડ્યુલથી વિદ્યાર્થીઓને ભારતના ઇતિહાસના ગંભીર મુદ્દાઓ વિશે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તેઓ ભાગલાના પરિણામો અને તેની જાણકારી મેળવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Partition Module India-Pakistan Partition NCERT
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ