ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:10 PM, 16 August 2025
ADVERTISEMENT
લાંબા સમયનાં વિરામ બાદ ફરી વરસાદ ગુજરાતના ધમરોળશે. દેશના હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવામાં ભારે વરસાદની આગાહી થઈ હતી. આગામી 7 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. 18 ઓગસ્ટ ગુજરાત માટે ભારે હોવાનું અનુમાન છે. સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે.
ADVERTISEMENT
IMD એ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું
ADVERTISEMENT
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવા પામી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ સ્થાનિક વહીવટીતંત્ર અને સામાન્ય લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. આગામી 7 દિવસ માટે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 અને 18 ઓગસ્ટના રોજ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પ્રદેશમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં હવામાન થોડા દિવસોથી શાંત રહ્યું હતું. ચોમાસું પણ ધીમું પડી ગયું હતું.

ADVERTISEMENT
ગુજરાત પર એક સાથે ચાર સિસ્ટમ સક્રિય
ગુજરાત પર એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં સવારે વાદળછાયું વાતાવરણ છવાયા બાદ એકાએક કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થતા લોકોએ કંઈક અંશે ગરમીથી રાહત મેળવી હતી.
ADVERTISEMENT
હવામાન વિભાગે 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું
ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી હતી. એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ફરી ભારે વરસાદની શક્યતાઓ છે. આજે રાજ્યના 13 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત અન્ય જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 65 ટકા વરસાદ પડ્યો છે.
રાજ્યમા આગામી સમયમાં ફરી વરસાદી માહોલ છવાશે: અંબાલાલ પટેલ
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમા આગામી સમયમાં ફરી વરસાદી માહોલ છવાશે. તેમજ આગામી 48 કલાકમાં સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ તા. 17 થી 22 ઓગસ્ટ દરમ્યાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ નિકોલમાં જાહેરસભા, તો વડનગર-બેચરાજીમાં પણ આપશે હાજરી, પ્રવાસને લઈ તંત્રની તૈયારીઓ શરૂ
17 થી 22 ઓગસ્ટ દરમ્યાન વરસાદનું જોર વધશે
વધુમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. 17 થી 22 ઓગસ્ટ દરમ્યાન વરસાદનું જોર વધશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ