બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નિકોલમાં જાહેરસભા, તો વડનગર-બેચરાજીમાં પણ આપશે હાજરી, પ્રવાસને લઈ તંત્રની તૈયારીઓ શરૂ

માદરે વતન / નિકોલમાં જાહેરસભા, તો વડનગર-બેચરાજીમાં પણ આપશે હાજરી, પ્રવાસને લઈ તંત્રની તૈયારીઓ શરૂ

Maulik Patel

Last Updated: 08:40 AM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન.આગામી તારીખ 24-25 ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલ વિસ્તારમાં જાહેરસભાને સંબોધન કરશે.ત્યારબાદ વડનગર અને બેચરાજીમાં અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનાના અંતે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી શકે છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 24 અને 25 ઓગસ્ટે રાજ્યની મુલાકાત લેશે. તેમના કાર્યક્રમને લઈ રાજ્યના તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મળી ચૂકી છે.

MODI-3

પ્રધાનમંત્રીએ તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોટી જાહેરસભાને સંબોધન કરવાનું અનુમાન છે. આ જાહેરસભા ખાસ કરીને આગામી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીઓને ધ્યાને લઈ યોજાઇ રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ, ડિસેમ્બર 2025 અથવા જાન્યુઆરી 2026માં AMCની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે, જેથી પૂર્વ અમદાવાદ વિસ્તાર જેવી કે નરોડા, ઠક્કરબાપાનગર, નિકોલ અને દસ્કોઈ જેવી વિધાનસભાઓમાં અસર પડે તેવી શક્યતા છે.

MODI-2

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની નિકોલમાં યોજાનારી જાહેરસભા આ વિસ્તારમાં ભાજપના મજબૂત સંકેતો પૂરાં પાડશે અને સ્થાનિક નેતાઓ માટે ચૂંટણી પૂર્વ સંકેતો રૂપે કાર્ય કરશે. ભાજપ આ વિસ્તારોમાં ફરીથી પોતાનું આધાર મજબૂત બનાવવાના પ્રયત્નોમાં છે અને પીએમની હાજરી ચૂંટણી સમીકરણોને નવો વળાંક આપી શકે છે. આ ઉપરાંત પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન બેચરાજી અને વડનગરની મુલાકાત પણ લેશે. બેચરાજી પાસે સુઝુકી મોટર્સના નવા બેટરી સંચાલિત વાહનના ઉત્પાદન યુનિટનું ઉદ્ઘાટન કરવાની પણ શક્યતા છે. દેશના ઈલેક્ટ્રિક વાહનક્ષેત્રમાં ગતિશીલતાને ધ્યાને રાખીને આ પગલું મહત્વપૂર્ણ બની રહે છે.

Vtv App Promotion 2

વડનગર ખાતે પીએમ મોદી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ અને પબ્લિક પ્લાઝાનું પણ ઉદ્ઘાટન કરી શકે છે. અંદાજે રૂ. 17 કરોડના ખર્ચે તૈયાર થતી આ સુવિધા વડનગર રેલવે સ્ટેશનને શહેરના મહત્વના પર્યટન સ્થળો સાથે જોડશે. યાત્રિકો માટે પાર્કિંગ, વિશ્રામગૃહ, કાફેટેરિયા સહિતની આધુનિક સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ દૃષ્ટિકોણનો એક ભાગ છે, જેમાં તેમના વતન વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને વધારવાનો પ્રયાસ કરાયો છે. આ હબથી પ્રવાસીઓને વધુ સારી માર્ગસુવિધા અને સરળ પહોંચ મળશે, જે વડનગરને આંતરરાષ્ટ્રીય પર્યટન નકશા પર વધુ ઉંચો લાવશે.

વધુમાં વાંચો: સાતમ-આઠમ પર ધણીધણી ઉઠ્યું ગુજરાત, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

હાલ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો વચ્ચે પ્રવાસને લઈ સંકલન થઈ રહ્યું છે. સુરક્ષા વ્યવસ્થાઓ, યાતાયાત વ્યવસ્થાપન અને જાહેર સભાના સ્થળની તૈયારી અંગે તંત્ર ચુસ્ત રીતે કાર્યરત છે. છેલ્લે પીએમ મોદી મે 2025માં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જ્યારે તેમણે ઓપરેશન સિંદૂર બાદ ભુજ, દાહોદ, ગાંધીનગર અને વડોદરાની મુલાકાત લીધી હતી. આગામી ઓગસ્ટની મુલાકાત પણ રાજકીય તેમજ વિકાસાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Gujarat visit, Suzuki Motors Becharaji Nikol public rally
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ