બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / "રાહુલ ગાંધી ઘણી વાર નક્સલવાદી સમર્થકો સાથે જોવા મળ્યા", લોકસભામાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

નેશનલ / "રાહુલ ગાંધી ઘણી વાર નક્સલવાદી સમર્થકો સાથે જોવા મળ્યા", લોકસભામાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

Ajitsinh Jadeja

Last Updated: 11:14 PM, 30 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha: લોકસભામાં દેશને વામપંથી ઉગ્રવાદથી મુક્ત કરવાના મુદ્દા પર નિયમ 193 હેઠળ ચર્ચા થઈ.

Amit Shah: લોકસભામાં સોમવારે નક્સલવાદ સામેની લડાઈ પર ચર્ચા થઈ. ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર ઘણી વખત નક્સલવાદી સમર્થકો સાથે જોવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

સોમવારે લોકસભામાં દેશને વામપંથી ઉગ્રવાદથી મુક્ત કરવાના મુદ્દા પર નિયમ 193 હેઠળ ચર્ચા થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ચર્ચામાં ભાગ લીધો અને ભાષણ આપ્યું. લોકસભાને સંબોધતા અમિત શાહે જાહેર કર્યું કે દેશ હવે નક્સલવાદ મુક્ત થયો છે. તેમણે કહ્યું કે બંધારણને નિશાન બનાવનારા નક્સલીઓના દિવસો પૂરા થઈ ગયા છે. પોતાના સંબોધન દરમિયાન અમિત શાહે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા કહ્યું કે રાહુલ ગાંધીને ઘણી વખત નક્સલવાદી સમર્થકો સાથે જોવામાં આવ્યા છે.

અમિત શાહે શું કહ્યું?

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે "રાહુલ ગાંધીને ઘણી વખત નક્સલવાદી સમર્થકો સાથે જોવામાં આવ્યા છે. તેમણે નક્સલવાદી સમર્થકો સાથે સ્ટેજ શેર કર્યું હતું. તેમણે નક્સલવાદને ટેકો આપ્યો હતો. રાહુલ ગાંધીએ નક્સલવાદી હિડમાની મારી નખાઇ તેના વિરુદ્ધ પ્રદર્શનનો વીડિયો શેર કર્યો હતો. મનમોહન સિંહ સરકાર દરમિયાન કોંગ્રેસ નક્સલવાદીઓને બચાવવામાં વ્યસ્ત હતી."

કોંગ્રેસના નેતાઓ નક્સલી સાથે રહી રહીને પોતે નક્સલવાદી બની ગયા

અમિત શાહે ભારતમાં નક્સલવાદ માટે કોંગ્રેસ અને ડાબેરી વિચારધારાને દોષી ઠેરવ્યા. અમિત શાહે જણાવ્યું હતું કે 1970 થી 2004 સુધી ચાર વર્ષને છોડીને સંપુર્ણ સમય કોંગ્રેસે દેશ પર શાસન કર્યું. આ દરમિયાન નક્સલવાદની વિચારધારા ખીલી અને ફેલાઈ. અમિત શાહે જણાવ્યું હતું કે શાસક પક્ષના સમર્થન વિના નક્સલવાદનો વિકાસ અશક્ય હતો. અમિત શાહે જણાવ્યું હતું કે નક્સલવાદીઓ સાથે રહીને કોંગ્રેસના નેતાઓ પોતે નક્સલવાદી બન્યા. કોંગ્રેસે ચૂંટણીમાં આનો જવાબ આપવો પડશે.

vtv app promotion

આ પણ વાંચોઃ નેશનલ / "જે હથિયાર ઉપાડશે તેને કિંમત ચૂકવવી પડશે," લોકસભામાં "નક્સલમુક્ત ભારત" પર ચર્ચા દરમિયાન બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

'ગોળીઓનો જવાબ ગોળીઓથી આપવામાં આવશે'

લોકસભામાં નક્સલવાદ સામેની લડાઈ પર બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "અમારી સરકારની નીતિ છે કે ફક્ત તે લોકો સાથે જ વાતચીત કરવામાં આવશે જેઓ પોતાના હથિયારો હેઠા મુકશે. જેઓ ગોળી ચલાવશે તેમને ગોળીઓથી જવાબ આપવામાં આવશે. આપણે લોકશાહીમાં રહીએ છીએ. આપણે આ દેશના બંધારણને અપનાવ્યું છે. આ સરકાર કોઈની ધમકીઓથી ડરશે નહીં. આ એવી સરકાર છે જે દરેકને ન્યાય આપે છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rahul gandhi Naxalism Amit Shah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ