બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પહેલગામ હુમલાના બરાબર 2 મહિના બાદ આવ્યાં મોટા સમાચાર, બની ગઈ ઘટના, લોકોમાં હેરાની

સફળતા / પહેલગામ હુમલાના બરાબર 2 મહિના બાદ આવ્યાં મોટા સમાચાર, બની ગઈ ઘટના, લોકોમાં હેરાની

Vidhata Gothi

Last Updated: 12:36 PM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pahalgam Attack: પહેલગામ હુમલાની તપાસમાં એક મોટી સફળતા મળી છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા નરસંહારમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ હિન્દુ પ્રવાસીઓને ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

Pahlagam Attack: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની ટીમને પહેલગામ આતંકવાદી હુમલાની તપાસમાં સફળતા મળી છે. NIA ટીમે પહેલગામના બે સ્થાનિક નાગરિકોની ધરપકડ કરી છે. તેમના પર આ ભયાનક હુમલો કરનારા આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા નરસંહારમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ હિન્દુ પ્રવાસીઓને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આમાં 16 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

PAHALGAM-ATTACK

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રવિવારે જણાવ્યું કે પહેલગામ હુમલા કેસમાં તેને મોટી સફળતા મળી છે, તેમને 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરનાર અને અન્ય 16ને ગંભીર રીતે ઘાયલ કરનાર ભયાનક હુમલો કરનાર આતંકીને આશ્રય આપવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે.

pahalgam-attack-simple

આતંકવાદીઓની પુષ્ટિ કરી

ધરપકડ અંગે માહિતી આપતા, NIA એ જણાવ્યું કે પહેલગામના બાટકોટના પરવેઝ અહેમદ જોથર અને પહેલગામના હિલ પાર્કના બશીર અહેમદ જોથરએ હુમલામાં સામેલ ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓને ઓળખી કાઢ્યા છે. બંનેએ એ પણ પુષ્ટિ આપી છે કે તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા પાકિસ્તાની નાગરિક હતા.

આતંકવાદીઓને આપ્યો આશ્રય

NIA એ જણાવ્યું કે પરવેઝ અને બશીર ઘાટીમાં એક દુકાન ચલાવતા હતા. હુમલાના દિવસ પહેલા, તેમણે હિલ પાર્કમાં એક મોસમી ઢોક (ઝૂંપડી) માં ત્રણ સશસ્ત્ર આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો. બંનેએ આતંકવાદીઓને ખાવાની, રહેવાની વ્યવસ્થા તેમજ લોજિસ્ટિક્સમાં મદદ કરી હતી. અહીં જ બીજા દિવસે બપોરે આતંકવાદીઓએ ત્યાં હાજર પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછી-પૂછીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. NIA એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 ની કલમ 19 હેઠળ બંનેની ધરપકડ કરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

Vtv App Promotion 2

એ દિવસે શું થયું હતું

22 એપ્રિલ 2025 ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બૈસરનના ઘાસના મેદાનોમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધારી દીધો. ભારતે આ હુમલાને "અમાનવીય" ગણાવ્યો હતો અને પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે "ઓપરેશન સિંદૂર" દ્વારા પહેલગામ હુમલાનો બદલો લીધો હતો.

આ પણ વાંચો: 'ફોન બંધ કરી દો', કહેતા જ 'રાજા'એ મોટી ભૂલ કરી, અને 2200 કિમીથી ઘડાયેલા પ્લાનને અપાયો ખૌફનાક અંજામ

ઓપરેશન સિંદૂર: ભારતનો જડબાતોડ જવાબ

7 મે 2025 ના રોજ, ભારતે "ઓપરેશન સિંદૂર" હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા. આ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. 25 મિનિટની અંદર કરવામાં આવેલા આ હુમલાઓએ પાકિસ્તાનને અન્ય દેશોની મદદ લેવા માટે મજબૂર કરી દીધું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam Attack NIA Arrests 2 person Pahalgam Attack investigation
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ