ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હવે નહીં બચે વિદેશી આ*તંકીઓ! ખાત્માને લઇ જમ્મુ-કાશ્મીર માટેનો પ્લાન B તૈયાર

મિશન / હવે નહીં બચે વિદેશી આ*તંકીઓ! ખાત્માને લઇ જમ્મુ-કાશ્મીર માટેનો પ્લાન B તૈયાર

Published By: Vidhata Gothi

Last Updated: 03:27 PM, 6 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu-Kashmir News: જમ્મુ-કાશ્મીરમાંથી વર્ષ 2026 માં આતંકીઓનો સફાયો થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે. ISI દ્વારા સમર્થિત લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો પર સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે.

ADVERTISEMENT

જમ્મુ-કાશ્મીરમાં હવે આતંકીઓની ખેર નથી. આવનારા દિવસોમાં ઘાટીમાંથી આતંકીઓનું નામ-નિશાન ખતમ થઈ જશે. વર્ષ 2026માં ઘાટીમાં હાજર વિદેશી આતંકીઓનો ખાતમો થઈને જશે. જમ્મુ-કાશ્મીરમાં ફોરેન ટેરરિસ્ટ ટાર્ગેટ પર છે. જમ્મુ-કાશ્મીરમાં હવે ફોરેન ટેરરિસ્ટ મોડ્યુલના આતંકીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાં 400થી વધુ વિદેશી આતંકીઓ હતા, જ્યારે હવે વિદેશી આતંકીઓની સંખ્યા માત્ર 52 રહી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં લગભગ 10 જેટલા લોકલ આતંકીઓ બચ્યા છે, જે પણ જલ્દી જ પકડાઈ જવાની આશા છે અથવા સુરક્ષા દળોના ઓપરેશનમાં ઢેર થઈ જશે.

છેલ્લા કેટલાક વર્ષોથી સુરક્ષા દાળ અહીં સતત મોટા ઓપરેશન કરી રહ્યા છે, જેના કારણે વિદેશી આતંકીઓની સાથે-સાથે લોકલ આતંકીઓ પણ ઘટી ગયા છે. એજન્સી પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં વિદેશી આતંકીઓનું મોડ્યુલ પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈ (ISI)ની મદદથી એક્ટિવ છે. ભારતની સુરક્ષા એજન્સીઓ ફોરેન ટેરરિસ્ટ મોડ્યુલના લોકલ નેટવર્કનો પણ સફાયો કરી રહી છે.

ક્યારે-કેટલા આતંકી થયા ઠાર?

સત્તાવાર આંકડાઓની વાત કરવામાં આવે તો વર્ષ 2024માં કુલ 68 આતંકીઓ ઠાર થયા, જેમાંથી 42 વિદેશી આતંકી હતા. મોટાભાગના આતંકીઓ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરીને કાશ્મીર આવ્યા હતા. આ આતંકીઓ ક્યાં તો નિયંત્રણ રેખા પાર કરવા દરમિયાન ઠાર થઈ ગયા અથવા કાશ્મીરમાં ચાલી રહેલી સુરક્ષા દળોની કાર્યવાહીમાં ઠાર થયા. ઉત્તર કશ્મીરના બારામુલા જિલ્લામાં સૌથી વધુ વિદેશી આતંકીઓ ઠાર થયા, 9 અથડામણમાં 14 આતંકીઓ માર્યા ગયા. જમ્મુ ક્ષેત્રમાં પણ લગભગ 40 આતંકીઓમાંથી 35-36 વિદેશી હતા. આના કારણે સ્થાનિક ભરતીમાં પણ ઘટાડો થયો છે.

ક્યારે-કેટલા આતંકી બન્યા?

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ધારા 370 નાબૂદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઇ ગયા પછી આતંકીઓ સામેની કાર્યવાહીમાં તેજી આવી છે. આ પછી અત્યાર સુધીમાં સ્થાનિકો યુવકોના આતંકી બનવાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. વર્ષ 2021માં 125 સ્થાનિક યુવકો આતંકી બન્યા હતા. વર્ષ 2022માં 100 સ્થાનિક યુવક આતંકી બન્યા, જ્યારે વર્ષ 2023માં આ સંખ્યા ઘટીને 22 થઈ ગઈ અને વર્ષ 2024માં માત્ર 7 યુવકો આતંકી બન્યા.

હવે તો સ્થિતિ એવી છે કે કાશ્મીરમાં સક્રિય સ્થાનિક આતંકીઓની સંખ્યા 10 થી પણ ઓછી છે, એવામાં પાકિસ્તાને પોતાના તાલીમ આપેલા આતંકીઓને મોકલવાના શરૂ કરી દીધા. હિજબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અન્ય વિંગ જેમ કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટ અને કાશ્મીર ટાઈગર્સ જેવા સંગઠનોના આતંકીઓને પાકિસ્તાન ભારત મોકલી રહ્યું છે. પરંતુ હવે સુરક્ષા દળોએ વિદેશી એટલે કે પાકિસ્તાની મોડ્યુલના આતંકીઓની કમર તોડી દીધી છે. હવે વિદેશી આતંકીઓની સંખ્યા પણ ઘટીને 52 રહી ગઈ છે.

vtv app promotion

વિદેશી આતંકીઓમાં કોણ છે ટોપ 10 આતંકીઓ

  • ઝાકિર ઉર્ફે કસીં ઉર્ફે વાલિદ - આ લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર છે. ગાંદરબલની આસપાસ ઓપરેટ કરે છે, આ સપ્ટેમ્બર 2020થી એક્ટિવ છે. તેની કેટેગરી A++ છે.
  • એજાજ ઉર્ફે અબુ હુરેરા ઉર્ફે પિકલ ઉર્ફે છોટા હાફિઝ - આ લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. શ્રીનગરની આસપાસ ઓપરેટ કરે છે. મે 2021 થી એક્ટિવ છે. તેણે કેટેગરી A++ છે.
  • ઉમેર ભાઈ ઉર્ફે અબુ તલ્હા ઉર્ફે ઇસ્માઇલ ઉર્ફે કારી - આ લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. આ જુલાઇ 2021 થી એક્ટિવ છે. શ્રીનગરની આસપાસથી ઓપરેટ કરે છે. તેની કેટેગરી A+ છે.
  • છોટા ફૈદુલ્લાહ ઉર્ફે અલી ભાઈ ઉર્ફે અયાઝ ઉર્ફે અબુ અલી - આ લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. તે વર્ષ 2017થી એક્ટિવ છે. શ્રીનગરની આસપાસથી ઓપરેટ કરે છે. તેની કેટેગરી A++ છે.
  • ગાઝી ઉર્ફે પઠાણ - આ લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. ગાઝી 2016થી એક્ટિવ છે. બડગામની આસપાસથી ઓપરેટ કરે છે. તેની કેટેગરી A++ છે.
  • અબુ તાલિબ - આ લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. તે 2024થી એક્ટિવ છે. તે નૌગામની આસપાસ એક્ટિવ રહે છે અને તે A કેટેગરીનો આતંકી છે.
  • દુજાના ઉર્ફે રિઝવાન - આ લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. તે સપ્ટેમ્બર 2020થી એક્ટિવ છે. તે ગાંદરબલથી ઓપરેટ કરે છે, અને તેની કેટેગરી A છે.
  • બાબર - આ લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. તે 2022થી એક્ટિવ છે. તે ગાંદરબલથી ઓપરેટ કરે છે, અને તેની કેટેગરી A છે.
  • તાલિબ - આ પણ લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. 2024થી એક્ટિવ છે, તે શ્રીનગરની આસપાસ ઓપરેટ કરે છે. તેની કેટેગરી A છે.
  • હમસ ભાઈ - આ પણ લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. તે જૂન 2023થી એક્ટિવ છે, તે શ્રીનગરની આસપાસ ઓપરેટ કરે છે. તેની કેટેગરી A છે.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન, 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

આ સિવાય જૈશ-એ-મોહમ્મદ અને અન્ય બાકી પાકિસ્તાની આતંકી સંગઠનના પણ કેટલાક આતંકીઓ છે. સમયે-સમયે આ આતંકીઓના છૂપાયેલા હોવાની લોકેશન પણ સુરક્ષા એજન્સીઓને મળતી રહે છે અને તેના પછી તેણે પકડવા માટે ઓપરેશન પણ હાથ ધરવામાં આવે છે. કુલગામ, કુપવાડા, પુલવામા, ઉરી, અનંતનાગ, શોપિયા, બડગામ, બાંદીપોરા, ગુલમર્ગ, બારામુલા અને દક્ષિણ કાશ્મીરમાં ઘણા એવા જંગલ અને પહાડી વિસ્તારો છે, જ્યાં આ આતંકીઓના છૂપાયેલા હોવાની માહિતી સુરક્ષા એજન્સીઓને મળી. પણ જ્યારે તેમને પકડવા માટે અર્ચ ઓપરેશન ચલાવવામાં આવે ત્યારે તેઓ જલગલ અને પહાડોનો ફાયદો ઊઠવીને ફરાર થઈ ગયા.

કોણ કરે છે આતંકીઓની મદદ?

આ આતંકીઓની મદદ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ એટલે કે OGWનું મોટું નેટવર્ક કરે છે. આ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ આતંકીઓને પોતાના ઘરમાં છુપાવવાથી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા, ખાવા-પીવા અને લોજિસ્ટિક પૂરું પાડવાનું કામ કરે છે. જમ્મુ-કાશ્મીરમાં આનું મોટું નેટવર્ક ફેલાયેલું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Foreign Terrorist Module Foreign Terrorists in Jammu-Kashmir Jammu-Kashmir News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ