બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન, 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Last Updated: 09:05 AM, 6 January 2026
Congress Leader Suresh Kalmadi: કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન થઈ ગયું છે. કલમાડીના કાર્યાલય તરફથી એક ઓફિશિયલ નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. માહિતી પ્રમાણે, સુરેશ કલમાડી 81 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. લાંબી બીમારી પછી સુરેશ કલમાડી પૂણેના દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. લાંબી બીમારી બાદ મંગળવારે વહેલી સવારે 3.30 વાગ્યે પુણેમાં તેમનું નિધન થઈ ગયું.
ADVERTISEMENT
Senior Congress leader Suresh Kalmadi passes away at 81
— ANI Digital (@ani_digital) January 6, 2026
Read @ANI Story |https://t.co/YtHqG2HGGq#Sureshkalmadi #CongressLeader #SureshKalmadiPassesAway pic.twitter.com/snBESbk9nX
સુરેશ કલમાડીના પાર્થિવ દેહને આજે બપોરે 2 વાગ્યા સુધી એરંડવણે સ્થિત કલમાડી હાઉસમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 3.30 વાગ્યે પુણેના નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. સુરેશ કલમાડીના પરિવારમાં તેમની પત્ની, એક પરિણીત પુત્ર-પુત્રવધૂ, બે પરિણીત દીકરીઓ, જમાઈ અને પૌત્ર-પૌત્રીઓ છે.
ADVERTISEMENT
#WATCH | Former Union Minister and senior Congress leader Suresh Kalmadi passes away after a prolonged illness
— ANI (@ANI) January 6, 2026
(Visual Source: ANI archive) https://t.co/JmyKdTQUTy pic.twitter.com/pqI7PbGsii
ADVERTISEMENT
સુરેશ કલમાડી મહારાષ્ટ્રના પુણેના પૂર્વ સાંસદ હતા. તેઓ કેન્દ્ર સરકારમાં રેલવે રાજ્યમંત્રી અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખનું પદ પણ સંભાળી ચૂક્યા હતા. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું, "પુણેના પૂર્વ સાંસદ, રેલ રાજ્યમંત્રી રહી ચૂકેલા અને ભારતીય ઓલિમ્પિક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ સુરેશ કલમાડી (81 વર્ષ)નું પૂણેમાં 6 જાન્યુઆરી મંગળવારના રોજ સવારે 3:30 વાગ્યે લાંબી માંદગી બાદ નિધન થઈ ગયું." સુરેશ કલમાડી એક એવું નામ હતું કે જેણે ભારતીય ખેલ જગતથી લઈને દિલ્હીની સતત સુધી પોતાની એક અલગ ઓળખ બનાવી, આજે એ સફરનો અંત થઈ ગયો છે.

ADVERTISEMENT
સુરેશ કલમાડી માત્ર એક રાજનેતા ન હતા, તેઓ 'પૂણેના કિંગમેકર' માનવામાં આવતા હતા. ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કલમાડી પછીથી રાજકારણમાં આવ્યા. તેઓ ઘણીવાર સાંસદ રહી ચૂક્યા છે અને કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે પણ પોતાની સેવાઓ આપી. પૂણેના ઇન્ફ્રાસ્ટ્રકચર અને વિકાસના તેમના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ધુમ્મસનું સામ્રાજ્ય, અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી
ADVERTISEMENT
સ્પોર્ટ્સ પ્રત્યે સુરેશ કલમાડીનો જુસ્સો જગજાહેર હતો. ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ તરીકે તેમણે લાંબા સમય સુધી ભારતીય રમતજગતની કમાન સંભાળી. 2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ તેમની કારકિર્દીનો મોટો માઇલસ્ટોન સાબિત થઈ. જો કે આ ગેમ્સ સાથે જોડાયેલા વિવાદોએ તેમની રાજકીય કારકિર્દી પર પણ અસર કરી, પરંતુ રમતગમતને મોટા સ્તર પર લાવવાનો શ્રેય પણ તેમણે જ આપવામાં આવે છે. તેમના અવસાનના ખબર મળતાની સાથે જ રાજકીય જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સહિત વિવિધ પક્ષોના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.